રાજકોટ: પરિવહન વિભાગ ડ્રાઈવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે મર્જ કરવા જઈ રહ્યું છે. જેની નજીકના ભવિષ્યમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. અત્યાર સુધી અકસ્માત બાદ વાહનચાલકનું લાઇસન્સ રદ કરવામાં આવે તો તે ફરી નવું લાઇસન્સ કઢાવી લે છે, પરંતુ ડ્રાઈવિંગ લાઇસન્સને આધારકાર્ડ સાથે જોડી દેવાથી આવું નહીં થઇ શકે. આધાર સાથે જોડી દીધા બાદ વાહનચાલક ત્રણ વખત અકસ્માત સર્જે તો તેનું લાઇસન્સ હંમેશાં માટે બ્લોક કરી દેવાશે. ત્યારપછી તે બીજું ડ્રાઈવિંગ લાઇસન્સ કઢાવવાની કોશિશ કરાશે તો તે સફળ થઇ શકશે નહીં. કારણ કે નવા લાઇસન્સેની અરજી કરવાથી તે વ્યક્તિનો ભૂતકાળનો રેકોર્ડ તેમાં ઉપલબ્ધ હશે.
નશામાં અકસ્માત સર્જે તો હત્યાનો ગુનો
આરટીઓના અધિકારીઓ જણાવે છે કે, છેલ્લા ઘણા સમયથી નિયમોમાં ફેરફાર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ટ્રાફિક નિયમોની જાણકારી નહીં હોવાને કારણે નિયમભંગનું પ્રમાણ વધે છે અને અકસ્માતો પણ વધ્યા છે. ચાલક નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જશે તો તેની સામે હત્યાનો ગુનો દાખલ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.