રાજકોટ / સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલ પસંદ કરવા સર્ચ કમિટિના ચેરપર્સન તરીકે ડો. જોષીપુરાની નિયુક્તિ 

ડો. કમલેશ જોષીપુરાની ફાઇલ તસવીર
ડો. કમલેશ જોષીપુરાની ફાઇલ તસવીર

  • સરકારી-ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલ પસંદ કરવા સર્ચ કમિટિની રચના કરાઇ  
  • ચેરપર્સન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિની ડો. કમલેશ જોષીપુરાને જવાબદારી સોંપાઇ
  • વિદ્યાર્થીઓની ફરીયાદ માટે લોકપાલની થશે નિમણુંક કમિટી 
  • ત્રણ ઉમેદવારના નામ પસંદ કરી રાજ્ય સરકારને મોકલશે

Divyabhaskar.com

Sep 10, 2019, 10:57 PM IST

રાજકોટ: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની ફરીયાદ માટે લોકપાલની નિયુક્તિ કરવા માટે ઇશ્યુ કરેલા પરિપત્ર બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે લોકપાલની નિમણુંક અંગે સર્ચ કમિટિની રચના કરવામાં આવી છે.

કમિટીના સભ્ય સચિવ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવને જવાબદારી સોંપાઇ
જેના ચેરપર્સન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોષીપુરાની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે આ કમીટીના સભ્યપદે હિમાંશુ પંડ્યા (કુલપતિ ગુજરાત યુનિ.) તેમજ ગણપત યુનિવર્સિટીના કુલપતિ અને હાયર એજ્યકેશન સ્ટેટ કાઉન્સીલના ચેરપર્સનનો સમાવેશ થાય છે. જ્યારે કમિટીના સભ્ય સચિવ તરીકે શિક્ષણ વિભાગના અગ્રસચિવને જવાબદારી સોંપવામાં આવી છે.

ત્રણ ઉમેદવારના નામની પેનલ રાજ્ય સરકારને મોકલી આપવાની રહેશે
લોકપાલ તરીકે ઓળખાતી આ જગ્યા માટે ચેરપર્સન ડો. કમલેશ જોષીપુરાની આગેવાની હેઠળની આ કમિટીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને ઠરાવેલી લાયકાત ધરાવતા ત્રણ ઉમેદવારના નામની પેનલ રાજ્ય સરકારને મોકલી આપવાની રહેશે. રાજ્યદીઠ એક લોકપાલ રહેશે.

સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે
ડો. કમલેશ જોષીપુરા divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મારા પર ભરોસો મુકીને ચેરપર્સન તરીકે નિમણુક કરી છે. UGCની ગાઇડલાઇન અનુસાર અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.

X
ડો. કમલેશ જોષીપુરાની ફાઇલ તસવીરડો. કમલેશ જોષીપુરાની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી