તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડો. ડોડિયાએ માર્કસમાં ઘાલમેલ કરી, ડો.મુખર્જીએ વિદ્યાર્થીને યાતના આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
  • અંગ્રેજી ભવનના વિવાદનું સત્ય શોધક કમિટી સત્ય શોધે તે પહેલા દિવ્ય ભાસ્કરે શોધી કાઢ્યું સત્ય
  • એક્સપર્ટ કમિટીએ પીએચડીમાં પ્રવેશ માટે 40 નામ નક્કી કર્યા, ડોડિયાએ 2 નામ આપખુદીથી ઘૂસાડ્યા
  • ડો. મુખર્જીએ બે મહિલા ઉમેદવારને ખોટી રીતે ગેરહાજર જાહેર કરી ગાઈડના મુદ્દે યુનિ.ને ગેરમાર્ગે દોરી

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં પીએચડીના ઉમેદવારો અને ગાઈડના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી આક્ષેપ- પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને ધરણાં કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કુલપતિએ સત્ય શોધક કમિટીની રચના કરી સત્ય બહાર લાવવા પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે અંગ્રેજી ભવનની ઘટનાઓમાં સત્ય શું છે તે દિવ્ય ભાસ્કરે શોધી કાઢ્યું છે. પ્રાથમિક તબક્કે એવું પ્રસ્થાપિત થઈ રહ્યું છે કે, આ ભવનનું નામ અંગ્રેજી ભવન નહીં પરંતુ અંગ્રેજો જેવું ભવન રાખવાની જરૂર છે. ડો. જયદીપસિંહ ડોડિયાએ થોડા દિવસ પહેલા એવું કહ્યું હતું કે, સત્ય શોધક કમિટીને વધુ બે નામ સાથે અપાયેલા ડોક્યુમેન્ટમાં જે સહી છે તે પોતાની નથી, પરંતુ જે બે મહિલા ઉમેદવારના નામ ઘૂસાડી દેવામાં આવ્યા છે તે યોગ્ય છે કે કેમ તેની સત્ય વિગત દિવ્ય ભાસ્કરે શોધી કાઢી છે.

બે લિસ્ટમાં વિદ્યાર્થીઓની સંખ્યા અલગ-અલગ
4 સભ્યની કમિટી બની હતી જેમાં ડીન પ્રવીણસિંહ ચૌહાણ, ચેતન ત્રિવેદી અને દિલીપસિંહ બારડ એક્સપર્ટ તરીકે અને ડો.ડોડિયા કો-ઓર્ડિનેટર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કંસારા કલાવતીને એક્સપર્ટ કમિટીના જે ઉપરોક્ત નામ છે તેમાંથી અનુક્રમે 20, 20, 21 અને 21 માર્ક આપવામાં આવ્યા હતા. જેને 4 વડે ભાગવામાં આવે તો 20.5 થાય જ્યારે આ જ રીતે સૃષ્ટિ ગોવિલકરને પણ અનુક્રમે 20, 22, 20 અને 21 માર્ક કમિટીએ આપ્યા હતા આથી ગોવિલકરના સરેરાશ માર્ક 20.25 થાય. જો કે ડો. ડોડિયાએ જે લિસ્ટ યુનિવર્સિટીને સોંપ્યું છે તેમાં કંસારા કલાવતીના માર્ક છે 33.75 અને સૃષ્ટિ ગોવિલકરના 34. અહીંયા પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એક્સપર્ટ કમિટીએ(ડોડિયા સહિત) પીએચડીના જે 40 વિદ્યાર્થીના માર્ક્સ મૂક્યા છે તેની નીચે તમામે સહી પણ કરી છે. જો કે યુનિ.ને પીએચડીના ઉમેદવારોનું બીજું એક લિસ્ટ અપાયું તેમાં 42 વિદ્યાર્થીને એડમિશન અપાયાનો ઉલ્લેખ છે અને તેમાં એક એક્સપર્ટ ચેતન ત્રિવેદીની સહી પણ નથી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે બીજુ લિસ્ટ બનાવ્યું કોણે? ડો. ડોડિયાએ પહેલું લિસ્ટ 14-5-2019 અને બીજું 22-5-2019એ મૂક્યું છે. પહેલા લિસ્ટમાં 40 અને બીજામાં 42 વિદ્યાર્થીના નામ છે.

પ્રતિકે 4 વિદ્યાર્થીના ગાઈડ રહેશે તેવો પત્ર લખ્યો
અંગ્રેજી ભવનના વડા ડો.મુખર્જીએ પણ વિદ્યાર્થીઓને યાતનાઓ આપવામાં અને યુનિવર્સિટીને ગેરમાર્ગે દોરવામાં પાછીપાની કરી નથી. ગાઈડની વાત કરીએ તો પ્રતિક ત્રિવેદી મુદ્દે ભારે વિવાદ થયો હતો. અહીંયા પણ આશ્ચર્યની વાત એ છે કે, ડો. સંજય મુખર્જીએ 27-11-2019ના રોજ યુનિવર્સિટીને જે પત્ર મોકલ્યો છે તેમાં બાબરિયા હીનાબેનના ગાઈડ પ્રતિક દવેએ પોતાની ગાઈડશિપ સરન્ડર કરી દીધી છે તેવો ઉલ્લેખ કર્યો છે. જો કે પ્રતિક દવેએ થોડા દિવસ પહેલા જ 4 વિદ્યાર્થીના ગાઈડ રહેશે તેવું લેખિતમાં આપ્યું છે અને પત્રમાં સહી પણ કરી છે.

બંને વિદ્યાર્થીનીઓને ગેરહાજર બતાવાઈ
આ ઉપરાંત ડો.મુખર્જીએ દુધરેજિયા ઋચિરા અને યોગિની કેલૈયાને ગેરહાજર બતાવી છે, પરંતુ દૂધરેજિયા ઋચિરાએ પેપર કોડ સી-1 (ક્રમ નં.23) એસાઈમેન્ટમાં 11 માર્ક મેળવ્યા છે જ્યારે અન્ય ત્રણ વિષયની પરીક્ષા તેણે આપી ન હતી. પેપર સી-2માં ટર્મ પેપરમાં 15 માર્ક છે અન્ય 3ની પરીક્ષા આપી ન હતી. દૂધરેજિયા ઋચિરાના કુલ માર્ક 26 થાય છે. આમ છતાં સંપૂર્ણપણે ગેરહાજર બતાવાઈ છે, જ્યારે યોગિની કેલૈયાને પણ સી-1 અને સી-2 કોડના બંને પેપરમાં મળીને 109 માર્ક મળ્યા છે આમ છતાં તેને પણ ગેરહાજર બતાવાઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે 4માંથી કોઇ એક વિષયમાં વિદ્યાર્થી હાજર હોય તો તેને સંપૂર્ણ ગેરહાજર બતાવી શકાય નહીં. જેા કે મુખર્જીએ ઉપરોક્ત બંને વિદ્યાર્થિનીને ગેરહાજર બતાવી છે. આગામી એક સપ્તાહમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ આવે તેવી સંભાવના છે જો કે, દિવ્ય ભાસ્કરને વિશ્વસનીય સૂત્રોએ ઉપરોક્ત માહિતી આપી છે. તે અક્ષરશ: સાચી પડે તેવી સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો