ડો. હિરેન રાજાણી વિરુદ્ધનો અહેવાલ સરકારને મોકલાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. રાજાણી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડો. રાજાણી - ફાઇલ તસવીર

રાજકોટઃ પડધરીના ખોડાપીપર ગામે સરકારી આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા ડો. હિરેન રાજાણી અને તેમના પત્ની ડો. પૂનમ રાજાણી કે જેઓ પણ રામોદ આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવે છે તેઓ સરકારી પગાર મેળવતા હોવા છતાં પણ નિયમ વિરુદ્ધ રાજકોટ શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે કર્યો હતો. આરોગ્ય વિભાગને પણ જાણ કરતા સ્થળ પર જ રોજકામ કરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે, ડો.રાજાણી વિરુદ્ધ અહેવાલ તૈયાર કરવા માટે આદેશ કરી દેવાયો છે. અહેવાલ તૈયાર થયા બાદ સરકારમાં મોકલી દેવાશે અને ત્યારબાદ વિભાગમાંથી જે નક્કી થાય તે પગલાં લેવામાં આવશે. જોકે આવા કેસમાં બદલીથી માંડી ફરજમુક્ત કરવા સુધીના પગલાં લઇ શકાય છે તેવું પણ જણાવ્યું હતું.