રાજકોટ / સેશન્સ કોર્ટે 8 લાખના લાંચ કેસમાં DySP જે.એમ. ભરવાડની જામીન અરજી ફગાવી

ડીવાયએસપી ભરવાડની ફાઇલ તસવીર
ડીવાયએસપી ભરવાડની ફાઇલ તસવીર

  •  ૩ ઓગસ્ટે ACBમાં 8 લાખ રૂપિયાની લાંચ અંગેની ફરિયાદ નોંધાઈ હતી

Divyabhaskar.com

Aug 14, 2019, 04:00 PM IST

રાજકોટ: 8 લાખની લાંચ માંગવાના કેસમાં જેતપુરના DYSP જે.એમ.ભરવાડની જામીન અરજી ધોરાજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી છે. મહત્વનું છે કે જેતપુરના આર્મ્સ એક્ટના આરોપીને માર નહીં મારવાના બદલામાં આરોપીના મિત્ર પાસેથી રૂ.8 લાખની લાંચ લેવાના પ્રકરણમાં એસીબીએ જેતપુરના કોન્સ્ટેબલ સોનારાને દબોચી લીધો હતો અને ડીવાયએસપી ભરવાડ ફરાર થઇ ગયા હતા. ડીવાયએસપી અને કોન્સ્ટેબલ સોનારાએ અગાઉ પણ અનેક લોકો પાસેથી લાંચ લીધાનો ધડાકો થયો હતો. જો કે જેતપુરનાં DySP જે.એમ.ભરવાડ હજુ પણ ફરાર છે અને આ અંગે રાજકોટ એસીબી સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

DySP ભરવાડ હજુ પણ ફરાર છે
જેતપુર શહેર પોલીસ દફતરે યુવરાજસિંહ નામના શખ્સનું હથિયાર પ્રકરણમાં નામ ખુલ્યું હતું. આ મામલામાં હાજર થયા બાદ આરોપીને નહીં મારવાના અને ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવાના બદલામાં જેતપુર ડીવાયએસપી જે.એમ.ભરવાડ અને કોન્સ્ટેબલ વિશાલ ગોવિંદ સોનારાએ રૂ.10 લાખની લાંચ માગ્યા બાદ રૂ.8 લાખમાં સોદો નક્કી કર્યો હતો. આરોપી યુવરાજસિંહના મિત્રએ આ અંગે જાણ કરતાં અમદાવાદ શહેર એસીબીની ટીમે છટકું ગોઠવી કોન્સ્ટેબલ સોનારાને રૂ.8 લાખની લાંચ લેતા રંગેહાથ હાથ ઝડપી લીધો હતો, અને આ અંગેની જાણ થતાં જ ડીવાયએસપી ભરવાડ ફરાર થઇ ગયા હતાં.

X
ડીવાયએસપી ભરવાડની ફાઇલ તસવીરડીવાયએસપી ભરવાડની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી