તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાકેશ જોશીની ઓડિયો ક્લીપ સહિતના સાયબર પુરા‌વાઓની એફએસએલમાં ચકાસણી કરાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના પજવણી પ્રકરણમાં સરકારની ગાઇડલાઇન ફોલોઅપ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં પીએચ.ડી.નું કોર્સ વર્ક કરતી વિદ્યાર્થિનીને કિસ કરી લેવાના ચકચારી પ્રકરણમાં સંડોવાયેલા એસોસિએટ પ્રોફેસર ડો.રાકેશ જોશી અને પીડિતા વચ્ચે થયેલી વાતચીતની એક ઓડીયો ટેપ અને અન્ય સાઇબર પુરાવાઓની ચકાસણી કરાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પુરાવાઓ સાબિત થાય તેવી સંભાવના
લીગલ વિભાગના અધિકારી મનીષ ધામેચાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો પરિપત્ર છે કે કોઇપણ સાઇબર પુરાવાનું અને ઓડિયો કે વીડિયો કલીપ હોય તો તેની એફએસએલમાં ચકાસણી કરાવવી જોઇએ. જે બાબતે લાંબી ચર્ચા-વિચારણા કરવામાં આવ્યા બાદ ભવિષ્યમાં કોઇ બીજા પ્રશ્નો ન થાય તે માટે રાજ્ય સરકારનો ઠરાવ ધ્યાનમાં લઇ અર્થશાસ્ત્ર ભવનના પીએચ.ડી.ની વિદ્યાર્થિનીના પજવણી પ્રકરણમાં પીડિતા અને એસોસિએટ પ્રોફેસર વચ્ચેના વાતચીતની ઓડિયો કલીપ તથા તેમના ઇ-મેઇલ અને વોટ્સએપના પુરાવાનું એફએસએલ કરાવવા નિર્ણય કરાયો છે અને તેની મંજૂરી માટે ઉચ્ચ સત્તાધીશો સમક્ષ આ નોંધ પણ મુકવામાં આવી છે. ઉચ્ચ સત્તાધીશો આ બાબતે મંજૂરી આપશે ત્યારબાદ તમામ પુરાવાઓ ચકાસણીમાં મોકલી આપવામાં આવશે. આગામી દિવસોમાં આ સાયબર પુરાવાઓ કેસને મજબૂત બનાવવામાં અગત્યના સાબિત થાય તેવી પણ સંભાવના સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...