રાજકોટ / બાઇક આડે ગાય ઉતરતા ફંગોળાવાથી ફ્રુટના વેપારીનું મોત, ભાઇએ કહ્યું હેલ્મેટ પહેર્યું હોત તો ભાઇ બચી જાત

મૃતક યુવાન લાખાભાઇની ફાઇલ તસવીર
મૃતક યુવાન લાખાભાઇની ફાઇલ તસવીર

  • મૃતક વેપારીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી
  • ફ્રુટ વેચી યુવાન રાત્રે એક્ટિવા લઇ ઘરે જઇ રહ્યો હતો ત્યારે એસ્ટ્રોનના નાલા પાસે અકસ્માત નડ્યો
  • નાનો ભાઇ પાછળ જ બીજા વાહનમાં આવી રહ્યા હતા, તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યા પણ દમ તોડી દીધો 

Divyabhaskar.com

Sep 16, 2019, 12:55 PM IST

રાજકોટ: ગત રાત્રે ભક્તિનગર સર્કલથી આગળ પટેલ ચોકમાં ગાય આડી ઉતરતા એક્ટીવા પર ઘરે જઇ રહેલો ફ્રુટનો વેપારી યુવાન ફંગોળાઇ રોડ પર પટકાયો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતકના નાના ભાઇએ જણાવ્યું હતું કે, હેલ્મેટ પહેર્યું હોત તો મારો ભાઇ કદાચ બચી જાત.

નાના ભાઇ પાછળ જ બીજા વાહનમાં આવી રહ્યા હતા

શહેરમાં બાબરીયા કોલોનીમાં રહેતાં લાખાભાઇ જીણાભાઇ વાઘેલા (ઉ.40) નામના દેવીપૂજક રાત્રે સાડા અગિયારેક વાગ્યે ભક્તિનગર સર્કલથી આગળ પટેલ ચોક પાસે એક્ટીવા હંકારીને પહોંચ્યા ત્યારે અચાનક ગાય આડે આવતાં તેની સાથે અથડાયને ફેંકાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. એ દરમિયાન તેના નાના ભાઇ વિનોદભાઇ જીણાભાઇ વાઘેલા પાછળ બીજા વાહનમાં આવતાં હોય તેને બનાવની ખબર પડતાં તાત્કાલિક લાખાભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ માથામાં ગંભીર ઇજા પહોંચી હોય અહીં દમ તોડી દીધો હતો.

મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી

મૃત્યુ પામનાર લાખાભાઇ બે ભાઇ અને ચાર બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે અને પત્ની તેમજ ભાઇ સહિતના પરિવારજનો એસ્ટ્રોન ચોકના નાલા પાસે બેસી સીઝનલ ફ્રુટનો ધંધો કરતાં હતાં. રાત્રે ધંધાના સ્થળેથી એક્ટીવા પર ઘરે જવા નીકળ્યા હતાં અને રસ્તામાં આ બનાવ બન્યો હતો. સ્વજનના મોતથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

નાનાભાઇ વિનોદભાઇએ અફસોસ વ્યક્ત કર્યો

આજથી રાજ્યભરમાં કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટની અમલવારી શરૂ થઇ છે. વાહન ચાલકોએ જુદા-જુદા નિયમોનું પાલન કરવા ઉપરાંત હેલ્મેટ પણ ફરજીયાત પહેરવાનું છે. ત્યારે લાખાભાઇને નડેલા અકસ્માતમાં તેમને માથામાં ઇજા થવાથી મૃત્યુ થયું હોય તેના નાના ભાઇ વિનોદભાઇને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારે હજુ હેલ્મેટ લેવાનું બાકી હતું. જો મારા ભાઇએ હેલ્મેટ પહેર્યુ હોત તો કદાચ માથામાં ગંભીર ઇજા ન થઇ હોત અને તેઓ બચી ગયા હોત. હેલ્મેટ પહેરવાની વાત સાચી પણ તંત્ર રસ્તા પરથી ઢોર ક્યારે ડબ્બે પૂરશે? તે પણ એક સવાલ છે. રાજકોટમાં અનેક વખત રસ્તા પર રખડતા ઢોરે લોકોના જીવ લઇ ચૂક્યા હોય તેવા કિસ્સા બન્યા છે. પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી.

X
મૃતક યુવાન લાખાભાઇની ફાઇલ તસવીરમૃતક યુવાન લાખાભાઇની ફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી