તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામ બાબતે ઝઘડો થતા સગા ભાઇ અને ભાભીએ યુવકને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે દંપતીની ધરપકડ કરી - Divya Bhaskar
પોલીસે દંપતીની ધરપકડ કરી
  • પોલીસે હત્યા કરનાર દંપતીને ઝડપી પાડ્યું

જસદણ: જસદણના લીલાપુર ગામની સીમમાં પ્રવીણભાઇ કલ્યાણભાઇ રામાણીની વાડીમાં મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર ગામના નોટી ઉર્ફે નોટીયો બહાદુર ટાવર અને તેની પત્ની ભાનુબેને તેના સગા નાનાભાઇ દિનેશ સાથે બોલાચાલી થઇ હતી. કામ બાબતે થયેલા ઉગ્ર ઝઘડામાં બંને પતિ-પત્ની ઉશ્કેરાય તિક્ષ્ણ હથિયાર વડે દિનેશના ગળામાં અને માથામાં હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ અંગે જસદણ પોલીસે વાડીના માલીક પ્રવિણભાઇ રામાણીની ફરીયાદ પરથી પોતાના ભાઇ દિનેશની હત્યા કરવા બદલ તેના ભાઇ નોટી અને તેની પત્ની ભાનુબેન સામે ગુનો દાખલ કરી બંન્નેની ધરપકડ કરી છે.

મૃતક છૂટક મજૂરી કરતો હતો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર દિનેશ આદિવાસી લીલાપુર ગામે જ છૂટક મજૂરી કામ કરતો હતો અને તેના બહેન-બનેવી સાથે રહેતો હતો. મૃતક દિનેશ તેના ભાઇ નોટી પાસે આવતા કામ બાબતે ઝઘડો થતા નોટી અને તેની પત્નીએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દિનેશનું ઢીમ ઢાળી દીધું હતું. સગા ભાઇની હત્યા કરનાર ભાઇ અને તેની પત્નીને પોલીસે સકંજામાં લઇ લીધા હતા. વધુ તપાસ જસદણના પી.આઇ. વી.આર. વાણીયા ચલાવી રહ્યા છે.

(કરસન બામટા, જસદણ)