તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો શંકાસ્પદ દર્દી રાજકોટથી ભાગ્યો, મિત્રને ફોન કરવાનું કહી છટકી ગયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સિવિલ હોસ્પિટલ - ફાઇલ તસવીર
 • ત્રણ દિવસ પહેલાં જર્મનીથી આવેલો શંકાસ્પદ દર્દી ભાગ્યો
 • દર્દીના સેમ્પલ લેવાના હજુ બાકી
 • રેલવેમાં પ્રવાસીઓને એસી કોચમાં બ્લેન્કેટ નહીં મળે, પ્રવાસી પોતાના લાવી શકશે: વેસ્ટર્ન રેલવે

રાજકોટઃ કોરોનાથી બચવા માટે સરકારે અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે એ જ દરમિયાન જર્મનીથી આવેલો એક યુવાન કે જેમાં કોરોનાના લક્ષણ દેખાયા હતા તેના સિવિલ હોસ્પિટલમાં સેમ્પલ લેવાય તે પહેલાં જ ભાગી જતા તંત્રમાં દોડધામ મચી છે અને રાત્રે યુવાનને શોધવા વાહનો દોડાવાયા છે. જર્મનીમાં નોકરી કરતો રાજકોટનો યુવાન 3 દિવસ પહેલા શહેરમાં આવ્યો હતો. આજે તેની તબિયત બગડતા તે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો.

દર્દીને શોધવા કવાયત હાથ ધરી
આઈસોલેશન વોર્ડ પાસે યુવાનની તપાસ થઈ હતી અને લક્ષણો દેખાતા સેમ્પલ લેવા તજવીજ શરૂ કરાઈ હતી તેવામાં જ તેણે ડોક્ટરને કહ્યું હતું કે, તે એકલો આવ્યો છે એટલે મિત્રને બોલાવવા ફોન કરવો છે. ફોન કરવાનું કહી તે બહાર ગયો હતો ત્યારબાદ આવ્યો જ ન હતો. દર્દી ભાગી ગયાની જાણ થતાં જ આરોગ્ય વિભાગને ગંભીર બેદરકારીનો અંદાજ આવ્યો હતો અને તુરંત જ ઉચ્ચ સ્તરે જાણ કરીને દર્દીને શોધવા માટે તેના ઘરે વાહનો દોડાવ્યા હતા. જો કે તેનો પત્તો લાગ્યો નથી. દરમિયાનમાં વેસ્ટર્ન રેલવે ટ્વિટ કરી કહ્યું છે કે એસી કોચમાં અપાતા બ્લેન્કેટ નિયમિત ધોવાતા નહીં હોવાથી પ્રવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓને હવે આ મળશે નહીં. પ્રવાસી ઇચ્છે તો પોતાના બ્લેન્કેટ લાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો