તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરળ સાથેનો વેપાર બંધ થયો, ઘઉંના ભાવ એક મણના 300ની અંદર થયા, રાજકોટના વેપારીઓને પૈસા અટકાવાનો ભય

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં 20 કિલો ઘઉંના ભાવ રૂ. 300એ ગયા - Divya Bhaskar
સૌરાષ્ટ્રમાં 20 કિલો ઘઉંના ભાવ રૂ. 300એ ગયા
 • પ્રવાસીઓમાં બે NRI, અત્યારે 122 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ
 • પામતેલમાં એક જ દિવસમાં રૂ. 30 ઘટ્યા છે, કઠોળમાં પણ ભાવ ઘટાડો

રાજકોટ: કોરોના ઈફેક્ટને કારણે બે દિવસથી શેરબજાર નીચું ગયું છે. બીજી તરફ જણસીનું માર્કેટ પણ ડાઉન ગયું છે. કેરળમાં કોરોના ઈફેક્ટને કારણે સૌરાષ્ટ્ર સાથેનો ઘઉંનો વેપાર બંધ થઈ ગયો છે. તેને કારણે ભાવમાં પણ ઘટાડો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં 20 કિલો ઘઉંના ભાવ રૂ. 300એ ગયા છે. કોરોનાને કારણે કેરળ બોર્ડર બંધ થતા વેપારીઓને પોતાનું પેમેન્ટ અટવાઈ જવાનો પણ ભય સતાવી રહ્યો છે. 

યાર્ડમાં 15 દિવસથી નવા ઘઉંની આવક શરૂ થઇ ગઈ
શુક્રવારે રાજકોટ અને ગોંડલના યાર્ડમાં ઘઉંની વધુ આવક નોંધાઈ હતી. આવક વધવાની સાથે ઘઉંના ભાવ નીચા ગયા છે. વેપારીના જણાવ્યાનુસાર એક તો આ વખતે ઘઉંનું ઉત્પાદન પણ વધારે છે અને તેવામાં કેરળ સાથેનો વેપાર પણ બંધ થયો છે. જેને કારણે આ બજારમાં પરિસ્થિતિ સર્જાઈ છે.સામાન્ય રીતે કેરળામાં જતા ઘઉં પોર્ટ મારફતે મોકલવાનું વધુ પસંદ કરવામાં આવે છે. કારણ કે તેમાં ભાડાનો ખર્ચ 50 ટકા સુધી ઘટી જાય છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન મારફતે મોકલવામાં આવે તો તેમાં વધુ ખર્ચ લાગે છે. હાલ યાર્ડમાં 15 દિવસથી નવા ઘઉંની આવક શરૂ થઇ ગઈ છે. કેરળ સાથેનો વેપાર બંધ રહેતા ખેડૂતો બધો જ માલ યાર્ડમાં ઠાલવી રહ્યા છે. તેને કારણે આવક વધી છે.

ઘંઉની સાથે તેલીબીયા અને કઠોળમાં પણ ભાવ ઘટાડો 

પામતેલમાં એક જ દિવસમાં રૂ. 30 ઘટ્યા છે. પામતેલ છેલ્લા 15 દિવસથી સ્થિર વલણ હતું. તેમાં માત્ર નજીવી વધઘટ જોવા મળી હતી. ત્યારે શુક્રવારે નીચા ભાવે વાયદાઓ બોલાતા પામ તેલના ભાવમાં એકી સાથે રૂ.30નો ઘટાડો આવ્યો હતો. ભાવ ઘટ્યા બાદ પામતેલનો ડબ્બો રૂ. 1140-1150 થયો હતો. જ્યારે મુખ્ય તેલમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે.

નવા 22 યાત્રિકોની તપાસ પૂર્ણ એક પણમાં લક્ષણો ન દેખાયાં
રાજકોટ કોરોના વાઇરસને પગલે વિદેશથી આવતા તમામ યાત્રિકોની તપાસ કરી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. જે પૈકી ગઇકાલે આવેલા 22 યાત્રિકોમાં કોઇ લક્ષણો ન હોવાનું બહાર આવ્યું છે.રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીના જણાવ્યા અનુસાર જે યાત્રિકો રાજકોટ આવ્યા છે તેમાં 7 દુબઈ, ઓસ્ટ્રેલિયા, સુદાન, ઈન્ડોનેશિયા, પોર્ટુગલ, USA, લંડન તેમજ નેપાળના યાત્રિકો છે. આ પૈકી બે NRI પણ છે. 

શહેરના 156 પૈકી 77 હજુ પણ ઓબ્ઝર્વેશનમાં
તમામની તપાસ કરાઈ છે જો કે કોઇમાં પણ કોરોનાના લક્ષણો દેખાયા નથી. નિયમ મુજબ બધા 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. અત્યારે 122 લોકો પર નજર રાખવામાં આવી રહી છે. રાજકોટ ગ્રામ્યમાં 79 યાત્રિકો નોંધાયા છે જે પૈકી 45 અને શહેરના 156 પૈકી 77 હજુ પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. બંને વિસ્તારમાંથી 100 યાત્રિકો કે જે ઓબ્ઝર્વેશનમાં હતા તેમનામાં 14 દિવસ દરમિયાન કોઇ લક્ષણો ન દેખાતા ઓબ્ઝર્વેશનમાંથી બહાર કરાયા છે. આ ઉપરાંત આફ્રિકાથી આવેલા યુવાનમાં શરદી અને તાવ જેવા લક્ષણો દેખાતા તંત્રે તુરંત જ આઈસોલેશન વોર્ડમાં તેને રાખી સેમ્પલ લીધા હતા જો કે તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો