તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજકોટમાં બે, ગીર સોમનાથ અને જામનગરમાં એક શંકાસ્પદ કેસ નોંધાયો, કિર્તિદાન ગઢવીએ 8 કાર્યક્રમો રદ કર્યા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિર્તીદાન ગઢવીનો આજે એટલાન્ટામાં કાર્યક્રમ હતો (ફાઇલ તસવીર)
  • કોરોના વાઇરસનો જલ્દીથી અંત આવે અને ફરી જનજીવન શરૂ થાય તેવી મારી પ્રાર્થના: કિર્તીદાન
  • 18 માર્ચે રાજકોટમાં રમાનારી ઇરાની ટ્રોફીની સૌરાષ્ટ્ર-રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચેની મેચ રદ
  • અમદાવાદના પ્રૌઢ કેન્યા-શારજહાથી જામનગર આવ્યા હતા, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા

રાજકોટ: કોરાના વાઇરસને લઇને દેશમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં વધુ બે લોકોમાં કોરોના વાઇરસના લક્ષણો દેખાયા છે. હાલ આ બંને લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જર્મની અને દુબઈથી આવેલા બંને વ્યક્તિઓના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અન્ય એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે જિલ્લાના 47 અને શહેરના 60 વ્યક્તિઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ગુજરાતના જાણિતા લોકગાયક કિર્તીદાન ગઢવીની અમેરિકા ટૂર રદ કરવામાં આવી છે. 20 દિવસ દરમિયાન 8 કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. પરંતુ કોરોના વાઇરસને કારણે આ ટૂર રદ કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ જાહેર કાર્યક્રમો 31 માર્ચ સુધી રદ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. હિન્દી અને ફિઝીક્સના સેમિનાર પણ રદ કરાયા છે. 31 માર્ચ બાદ સરકારની સૂચના અનુસાર કાર્યક્રમો યોજાશે. જામનગરમાં અમદાવાદના 49 વર્ષીય પ્રૌઢને કોરોના વાઇરસ શંકાસ્પદ જણાતા જીજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા છે. તેઓ કેન્યા-શારજહાથી આવ્યા હતા. તેમના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યા છે.

વેરાવળમાં પણ શંકાસ્પદ કેસ
ગીર સોમનાથમાં એક વ્યક્તિમાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. વેરાવળનો યુવક ઇન્ડોનેશિયાથી પરત ફર્યો છે. તેને હાલ વેરાવળ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. 

આજે એટલાન્ટામાં જ પ્રોગ્રામ હતો: કિર્તીદાન ગઢવી
કિર્તીદાન ગઢવીએ DivyBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસને કારણે અમેરિકા ટૂર રદ કરી છે. અમેરિકામાં મારા 8 કાર્યક્રમો હતો. આજે જ એટલે 14 માર્ચે એટલાન્ટામાં મારો કાર્યક્રમ હતો. કોરોના વાઇરસનો જલ્દીથી અંત આવે અને ફરી જનજીવન શરૂ થાય તેવી મારી પ્રાર્થના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો