તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Cold INCREASE After 48 Hours, Mercury Rises To 11 Degrees, Low Pressure Creates Rajasthan

48 કલાક બાદ ઠંડી વધશે, પારો 11 ડિગ્રીએ પહોંચશે,રાજસ્થાન પર લો પ્રેશર સર્જાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

રાજકોટઃ રાજકોટમાં મંગળવારે તાપમાનમાં નજીવો વધારો થયો હતો પણ ફરી બુધવારે પારો 13.3 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક બાદ ન્યૂનતમ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.

તાપમાન 2 ડિગ્રી ઘટે તેવી શક્યતા
રાજકોટમાં છેલ્લા 4 દિવસથી શિયાળો જામ્યો છે અને ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે છે. મંગળવારે થોડો પારો આગળ વધ્યો હતો પણ હવે ફરીથી 13 ડિગ્રીએ સ્થિર થયો છે. જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રીએ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 48 કલાક સુધી પારો 13ની આસપાસ જ રહેશે અને ત્યારબાદ શીત લહેર આવતા ન્યૂનતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. જેથી રાજકોટમાં પારો 11ની નજીક પહોંચશે. બીજી તરફ રાજસ્થાન પર લો પ્રેશર સર્જાયું છે. તેની અસર સૌરાષ્ટ્રમાં પડે તેવી કોઇ શક્યતા નથી પણ કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં ઝાપટાં પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં વાતાવરણ સ્વચ્છ તેમજ હવા સૂકી રહેશે.

ક્યાં કેટલું તાપમાન?

શહેર મહત્તમ ન્યૂનતમ
રાજકોટ 31 13.3
અમદાવાદ 29.5 11.5
ગાંધીનગર 30.8 12.6
વડોદરા 30 15.6
સુરત 31.8 19.2
પોરબંદર 30.8 13.8
દ્વારકા 27.1 18.4

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો