તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Chinese Merchant Arrested 3 Traders In 12 Separate Offenses With 12 Firaki And 2 Thousand Banned Tukkal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઇનીઝ દોરીની 27 ફિરકી અને 2 હજાર પ્રતિબંધિત તુક્કલ સાથે 4 અલગ-અલગ ગુનામાં 4ની અટકાયત

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ: પ્રદ્યુમનનગર પોલીસે મકરસંક્રાંતિ પૂર્વે શહેરના જુદા જુદા ચાર સ્થળે દરોડા પાડી ચાઇનીઝ દોરીની 27 ફિરકી અને 2000 તુક્કલ સાથે ચાર વેપારીની ધરપકડ કરી છે. પ્રદ્યુમ્નનગર પોલીસે સદરબજારમાંથી ઉઝેફા દલવાણીને ચાઇનીઝ દોરીની 15 ફિરકી સાથે, જ્યારે આ જ વિસ્તારમાંથી ફૈસલ ઇબ્રાહિમભાઇ જુમાણીને 2000 નંગ તુક્કલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે બી ડિવિઝન પોલીસે ગોવિંદબાગ શાકમાર્કેટ પાસેથી અતુલ કાનજીભાઇ લીંબાસિયાને બે ફિરકી અને માલવિયાનગર પોલીસે લોધેશ્વર સોસાયટીમાંથી રમેશ અમૃતભાઇ ઝરિયા નામના વેપારીને ચાઇનીઝ દોરીની 10 ફિરકી સાથે પકડી પાડ્યા હતા. ચારેય વેપારીઓ સામે પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધી અટકાયત કરી છે.

જાયન્ટ શિપમાં ચાઈનાથી માલ ભારત સુધી મોકલવામાં આવે છે
પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ અને દોરી ચાઈનાથી ભારત અને ત્યાંથી રાજકોટ સુધી ઘૂસાડવા માટે ખાસ પ્રકારનું આખું એક નેટવર્ક ગોઠવાયું છે. 10 હજારથી લઇને 30 હજાર કન્ટેનર ભરાઈ તેવા જાયન્ટ શિપમાં ચાઈનાથી માલ ભારત સુધી મોકલવામાં આવે છે. બલ્કમાં માલ એટલે મોકલવામાં આવે છે કે, બધાની તપાસ ન થાય.ચાઈનાથી આવતો માલ કોલકાતા, મુંદ્રા, પીપાવાવ પોર્ટ પર અથવા તો મુંબઈ,દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ, બેંગ્લોર એરપોર્ટ પર બધા કન્ટેનર ઉતરે છે. પોર્ટ પર કે એરપોર્ટ પર કન્ટેનર અટકે નહીં તે માટે બિલ પર ચાઇનીઝ દોરાને કોટનનો દોરો અને તુક્કલને કાપડ તરીકે બતાવવામાં આવે છે. સ્કેનિંગમાં આસાનીથી ન દેખાઈ અને પ્રત્યક્ષ રીતે જોવા પર કોઈને શંકા ન જાય તેથી તુક્કલને પહેલા કોથળી કે પ્લાસ્ટિકના રેપરમાં પેકિંગ કરવામાં આવે છે. 

તુક્કલ એક પ્રકારનું યલો કલરનું મુલાયમ કાપડ જ લાગે છે
પેકિંગ કર્યા બાદ તુક્કલ એક પ્રકારનું યલો કલરનું મુલાયમ કાપડ જ લાગે છે. જેથી કોઈ હાથમાં લે તો તેને કાપડ સમજીને જવા દેવામાં આવે. પોર્ટ પરથી માલ આવ્યા બાદ તે હવાઈ માર્ગે, દરિયાઈ,રેલવે માર્ગે કે અથવા તો રોડ મારફતે રાજકોટ સુધી પહોંચે છે. સામાન્ય રીતે રેલવે અથવા તો રોડનો વધુ વપરાશ થાય છે, પણ જો બજારમાં ડિમાન્ડ વધુ હોય કે તેજી હોય તો હવાઈ માર્ગે પણ બધો માલ તાત્કાલિક રાજકોટ સુધી પહોંચાડવામાં આવે છે.

આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં બધો માલ આવે છે
દેશના હવાઈ મથક અને બંદર મારફતે જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરા અને તુક્કલને ઘૂસાડવામાં આવે છે. જેમાં હવાઈ માર્ગમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા,ચેન્નાઈ અને બેંગ્લોર મુખ્ય મથક મનાઈ છે અને દરિયાઈ માર્ગમાં કોલકાતા,મુંદ્રા, પીપાવાવ પોર્ટ પર જ ચાઈનીઝ દોરા અને તુક્કલના શિપ ઉતરે છે. અહીં માલ ઉતર્યા બાદ આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં બધો માલ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો