તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાઈનીઝ દોરી, તુક્કલ રાજકોટ સુધી આવી ગયા, કસ્ટમે તપાસ જ ન કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ના માલ સીઝ કર્યો, ના વેપારી સામે તપાસ થઈ, કસ્ટમ અધિકારીઓની મીઠી નજર હેઠળ આખું નેટવર્ક ચાલે છે

રાજકોટ: રાજકોટમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચવા પર પ્રતિબંધ છે. આમ છતાં કસ્ટમના અધિકારીઓની મીઠી નજર હેઠળ આ માલ રાજકોટ સુધી આવી ગયો છે. પોલીસે ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીઓની ધરપકડ કરીને સંતોષ માની લીધો,પણ કસ્ટમે આ દિશામાં કોઈ કાર્યવાહી રાજકોટમાં કરી નથી. આમ કસ્ટમની મીઠી નજર હેઠળ આખું ચોક્કસ પ્રકારનું નેટવર્ક ચાલે છે.

ચાઈનીઝ દોરી અને તુક્કલ એ પ્રોહિબિટેડ ગુડઝ માનવામાં આવે છે
કસ્ટમ અધિકારીઓના જણાવ્યા મુજબ ચાઈનીઝ દોરી અને તુક્કલ એ પ્રોહિબિટેડ ગુડઝ માનવામાં આવે છે. આજથી બે વર્ષ પહેલા ચાઈનીઝ ફટાકડા રાજકોટમાં હોવાની બાતમી મળતા કસ્ટમ અધિકારીઓએ દરોડા પાડીને માલ સીઝ કર્યો હતો પણ આ વખતે રાજકોટ સુધી ચાઈનીઝ દોરી અને તુક્કલ પહોંચી ગયા બાદ કસ્ટમ હજુ સુધી કોઈ તપાસ માટે આવ્યું નથી, કે માલ સીઝ નથી કરાયો. સૂત્રોમાંથી મળતી વિગત મુજબ ચાઈનીઝ દોરી અને તુક્કલ પ્રકરણમાં કસ્ટમ ઈચ્છે તો 110 ની કલમ મુજબ માલ સીઝ કરી શકવાની સત્તા ધરાવે છે.

બિલ પર પણ તુક્કલને કાપડ બતાવવામાં આવે છે
નોંધનીય છે કે, ચાઈનીઝ તુક્કલને પ્લાસ્ટિકના રેપરમાં એવી રીતે પેકિંગ કરવામાં આવે છે કે તે મુલાયમ કાપડ જ લાગે છે અને બિલ પર પણ તુક્કલને કાપડ બતાવવામાં આવે છે. તો ચાઇનીઝ દોરી માટે કોટનના દોરાનું બિલ બનાવવામા આવે છે અને આ રીતે માલ પોર્ટ પરથી પસાર કરી દેવામાં આવે છે. પોર્ટ પર માલ ઉતર્યા બાદ રોડ,રેલવે કે હવાઈ માર્ગે બધો માલ વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો