રાજકોટના ખંઢેરી ગામ નજીક બાઇક કાર સાથે અથડાતા સરપંચનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત બાદ કાર અને બાઇકની હાલત - Divya Bhaskar
અકસ્માત બાદ કાર અને બાઇકની હાલત
  • મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો

રાજકોટ: રાજકોટના ખંઢેરી ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખંઢેરી ગામના સરપંચ હરેશભાઇ સોનરાનું મોત નીપજ્યું હતું. કારના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું તો બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતના પગલે પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.