વંથલી માતાજીના દર્શને જતા રાજકોટના PGVCLના એન્જિનિયરની કાર પલ્ટી મારતા પિતા-પુત્રનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક એન્જિનિયર પુત્ર અને તેના પિતાની ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક એન્જિનિયર પુત્ર અને તેના પિતાની ફાઇલ તસવીર
  • જેતપુરના સાંકડી ગામના પાટીયા પાસે કાર ડિવાઇડર સાથે અથડાઇ પલ્ટી મારી ગઇ હતી

રાજકોટ: રાજકોટમાં પીજીવીસીએલના એન્જિનિયર કુશાલભાઇ શાહ પરિવાર સાથે વંથલી માતાજીના દર્શન કરવા માટે કારમાં જઇ રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે જેતપુરના સાંકડી ગામના પાટીયા પાસે ડિવાઇડર સાથે કાર અથડાતા પલ્ટી મારી ગઇ હતી. જેમાં કુશાલભાઇ અને તેના પિતા દિપકભાઇ ભગવતરાય શાહનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

બનેવીની કાર લઇને દર્શને જઇ રહ્યા હતા
સાથે કુશાલભાઇની બહેન રિદ્ધિબેન, બનેવી નિર્મલભાઇ અશ્વિનભાઇ ખખ્ખર અને માતા ભારતીબેન પણ હતા. આ ત્રણેયને ઇજા પહોંચતા પ્રાથમિક જેતપુર અને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડાયા હતા. કુશાલભાઇના મોતથી તેની દોઢ વર્ષ પુત્રી યામીએ પિતાની છત્રછાંયા ગુમાવી છે. બનેવી નિર્મલભાઇની કાર લઇને દર્શને જતા હતા. પિતા-પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ છે.