તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ગુજરાતની બેટી’ કેપ્ટન ચાંદની મહેતા 18મીએ એરો સ્પોર્ટસ એર શો અને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદની મહેતા - Divya Bhaskar
ચાંદની મહેતા
  • હેલિકોપ્ટરમાંથી CM પર પુષ્પવર્ષા કરાશે, દિલધડક કરતબ બતાવશે

રાજકોટ: 26મી જાન્યુઆરીએ 71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો યોજાવાના છે. જેમાં તા.18મીની સાંજે 4થી 4.45 કલાક દરમિયાન રાજકોટના ગગનમાં રાજકોટવાસીઓને પ્રજાસત્તાક પર્વની ઉજવણીને ચારચાંદ લગાવે તેવો ન્યૂ રેસકોર્સ-2 (સેકન્ડ રિંગ રોડ) ખાતે અદભૂત અને રોમાંચિત કરે તેવો દિલધડક એરોસ્પોર્ટસ એર-શો મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાશે. જેમાં ગુજરાતની બેટી અમદાવાદની કેપ્ટન ચાંદનીની રાહબરી હેઠળ તેમની સમગ્ર ટીમ દ્વારા એર-શો કરશે અને હેલિકોપ્ટરથી મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરશે.

300 ફૂટની ઊંચાઇ સુધી ઉડાન ભરવામાં આવશે
એર- શોના મુખ્ય આકર્ષણોમાં હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરી આવકારાશે. મધ્યમ અને નાના એરક્રાફ્ટ તથા હેલિકોપ્ટર દ્વારા નીચા ઉડાને અદભૂત અને દિલધડક કરતબો અને કલાબાજી દર્શાવાશે. જે તમામ રાજકોટવાસીઓને રોમાંચિત કરી દેશે. આ ઉપરાંત પ્રકાશિત હોટએર બલૂન દ્વારા 300 ફૂટની ઊંચાઇ સુધી ઉડાન ભરવામાં આવશે. પેરામોટરિંગમાં 500 ફૂની ઊંચાઇ સુધી બેક પેક ફ્લાઇંગ દર્શાવાશે. રેડિયો કંટ્રોલ્ડ એરોપ્લેન મોડલ દ્વારા મંત્રમુગ્ધ કરી દે તેવું 100 ફૂટની ઊંચાઇ સુધી એરો મોડલિંગનું નિદર્શન યોજાશે. 100 ફૂટની ઊંચાઇ સુધી દિલધડક પેરા સેઇલિંગનું પણ નિદર્શન કરાશે. આ રોમાંચક અને શ્વાસ થંભાવી દે તેવા કરતબો દર્શાવનાર ટીમમાં 50થી વધુ સભ્યો ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો