તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BSc Printed The Old Course Paper Instead Of The New One, The Phenomenon Of Saurashtra University

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BScમાં નવાના બદલે જૂના કોર્સનું પેપર છપાઇ ગયું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઘટના

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી - ફાઇલ તસવીર
 • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ભૂલ
 • બેદરકારીથી વિદ્યાર્થીઓ થયા હેરાન-પરેશાન

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પરીક્ષા નિયામકે પેપરોમાં થતા છબરડાનો ભોગ વિદ્યાર્થીઓ ન બને તે માટે કરેલા નવતર પ્રયોગને સફળતા મળી છે, પરંતુ પેપરોમાં થતા છબરડાને અટકાવવા હજુ સુધી સફળતા મળી ન હોય શનિવારે લેવાયેલી પરીક્ષામાં વિવિધ ફેકલ્ટીના 3 પેપરમાં નાની-મોટી ભૂલ થયાની વિગતો પ્રકાશમાં આવી છે તેમાં પણ ખાસ કરીને બી.એસસી. સેમેસ્ટર-6ની બાયો કેમિસ્ટ્રીના પેપરમાં નવાના બદલે જૂના કોર્સનું પેપર છપાઇ ગયું હતું અને તે વિદ્યાર્થીઓને આપી દેવાયા બાદ નવું પેપર તાત્કાલિક તૈયાર કરી વિદ્યાર્થીઓને અપાયું હતું.

તાત્કાલિકા ઇમેલથી નવું પેપર પહોંચાડ્યું
પરીક્ષા નિયામક નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, બી.એસસી. સેમેસ્ટર-6માં બાયો કેમિસ્ટ્રી વિષયનું પેપર નવાના બદલે જૂના કોર્સનું છપાઇ ગયું હતું અને આ વિષયની પરીક્ષા શનિવારે રાજકોટની કોટક સાયન્સ કોલેજ અને અમરેલીની કામાણી સાયન્સ કોલેજમાં હોય ત્યાં પેપર ડિસ્ટ્રિબ્યૂટ પણ થઇ ગયું હતું. ત્યારબાદ જૂના કોર્સનું પેપર અપાયાનું ધ્યાનમાં આવતા તાત્કાલિક બન્ને કોલેજના પ્રિન્સિપાલોને ઇ-મેલ મારફત નવા કોર્સનું પેપર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો