બૂટલેગરો બેલગામ, 7 દરોડામાં 1448 બોટલ વિદેશીદારૂ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દારૂ મોકલાવનારના મૂળ સુધી પહોંચવા કવાયત શરૂ

રાજકોટઃ નવરાત્રીના પહેલા જ દિવસે શહેરના જુદા જુદા સાત સ્થળોએથી રૂ.6 લાખની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો પકડાયો છે. માર્કેટિંગ યાર્ડ પાસે ગત રાતે પેટ્રોલિંગ દરમિયાન એક સ્ક્રોર્પિયો કાર પસાર થઇ હતી. પોલીસે કાર અટકાવવા ઇશારો કરતા ચાલકે કારને થોડે દૂર જઇ રેઢી મૂકી નાસી ગયો હતો. ત્યારે ગાંધીધામ પાસિંગવાળી સ્કોર્પિયો પાસે પોલીસ પહોંચી અંદર તલાશી લેતા વિદેશીદારૂની 660 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ, વાહન કબજે કરી નાસી ગયેલા શખ્સની શોધખોળ હાથ ધરી છે. બીજા બનાવમાં ગંજીવાડા પાસે આવેલી મેરામબાપાની વાડીમાં આવેલી ઓરડીમાં ગંજીવાડાના રાહુલ ગોરધન વાલાણી નામના શખ્સે વિદેશીદારૂનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે દરોડો પાડી વાડીની ઓરડીમાંથી વિદેશીદારૂની 420 બોટલ મળી આવી હતી. જો કે, પોલીસને રાહુલ વાલાણી હાથ લાગ્યો ન હતો. ત્રીજા બનાવમાં કોઠારિયા ચોકડી પાસેથી એક કારમાં વિદેશીદારૂની હેરાફેરી થવાની હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે માહિતી મુજબના સ્થળે વોચ રાખી વિદેશીદારૂની 300 બોટલ સાથેની સુરત પાસિંગવાળી કારને પકડી પાડી હતી. કારમાં નવા થોરાળા-13માં રહેતા મૌલિક ચંદુભાઇ પટેલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

વિદેશી દારૂ સાથે પોલીસે ઝડપી પાડ્યાં
મૂળ જૂનાગઢના અને હાલ કાલાવડ રોડ પર ભાડાના મકાનમાં રહેતા કેયૂર શામજી વણપરિયાના મકાનમાં દરોડો પાડી જુદી જુદી બ્રાન્ડની વિદેશીદારૂની 56 બોટલ સાથે કેયૂર અને ગોપાલનગર મેઇન રોડ પર રહેતા હિરેન અશ્વિન ભટ્ટની ધરપકડ કરી છે. તેમજ શક્તિ સોસાયટીના સામત ભીખુ બરાળિયાને તેની બોલેરોમાં વિદેશીદારૂની 6 બોટલ સાથે, સોખડા ચોકડી પાસેથી રામજી ઉર્ફે જીજ્ઞેશ વિનોદ રોજાસરા અને પ્રવીણ કાનજી વઘાસિયાને વિદેશીદારૂની 4 બોટલ સાથે, જ્યારે ત્રંબા ગામના ધર્મેશ ઉર્ફે વિજય નામના શખ્સને એરપોર્ટ રોડ પરથી  વિદેશીદારૂની 2 બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો છે.