Divyabhaskar.com
Dec 03, 2019, 08:20 PM ISTરાજકોટ: રાજકોટના તરઘડી ગામ પાસે બાઇક પર જતા બે વિદ્યાર્થીને ટ્રકે અડફેટે લેતા બાઇક પર સવાર બે વિદ્યાર્થીઓ શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ફૂટબોલની માફક હવા ફંગોળાયા હતા અને રોડ પર પટકાયા હતા. બંને વિદ્યાર્થીઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ટ્રકચાલક નાસી છૂટ્યો હતો.
બંને વિદ્યાર્થીઓ ધ્રોલના
ઘટનાને લઇને લોકો ટોળા એકત્ર થઇ ગયા હતા અને પોલીસને જાણ કરતા દોડી આવી હતી. મૃતક શક્તિસિંહ જાડેજા અને લકીરાજસિંહ ઝાલા ધ્રોલમાં રહેતા હતા. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડ્યા હતા. પોલીસે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી છે.