કમુરતાં પૂરા / હોળાષ્ટક પહેલા લગ્ન માટેના 13 મુહૂર્ત શ્રેષ્ઠ, ફેબ્રુઆરીમાં સૌથી વધુ શરણાઈ ગુંજશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

 • લગ્નસરાની સિઝન ખીલશે, 18 જાન્યુઆરીએ લગ્ન માટેનું પહેલું સારું મુહૂર્ત છે

Divyabhaskar.com

Jan 16, 2020, 11:00 AM IST

રાજકોટ: કમુરતાં ઉતરતા જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચારેબાજુ લગ્નસરાની સિઝન ખીલશે. જાન્યુઆરી મહિનામાં આગામી તારીખ 18મીએ કમુરતાં બાદનું સૌથી પહેલું સારું અને શ્રેષ્ઠ મુહૂર્ત છે. નવા વર્ષ વિક્રમ સંવત 2076માં 42 દિવસ લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્ત છે. જેમાં સૌથી વધુ મુહૂર્ત ફેબ્રુઆરી, મે અને જૂન મહિનામાં હોવાને કારણે આ મહિનાઓમાં સૌથી વધુ લગ્નો થશે. જો કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્ન માટેના સારા મુહૂર્ત 20 દિવસ ઓછા છે. ગયા વર્ષે વિક્રમ સંવત 2075માં 63 દિવસ લગ્ન માટેના સારા મુહૂર્ત હતા, જ્યારે આ વર્ષે વિક્રમ સંવત 2076માં 43 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું છે. 15 જાન્યુઆરીએ વહેલી સવારે સૂર્યના મકરરાશિમાં પ્રવેશ સાથે લગ્નના મુહૂર્તનો પ્રારંભ થયા બાદ 18 જાન્યુઆરીએ પ્રથમ મુહૂર્ત છે. ત્યારબાદ માર્ચ મહિના સુધીમાં 13 દિવસ લગ્નના મુહૂર્ત છે. 3 માર્ચ હોળાષ્ટકના પ્રારંભ સાથે 8 માર્ચ સુધી અને 14 માર્ચના મિનારકનો પ્રારંભ થતા લગ્નના મુહૂર્ત નથી. માર્ચ મહિનામાં ફક્ત બે દિવસ 11 અને 12 માર્ચના લગ્નના મુહૂર્ત છે. 13 એપ્રિલે મિનારકનું સમાપન થતા લગ્નના મુહૂર્તનો પ્રારંભ થશે. જે જૂનના અષાઢ સુદ 10ના છેલ્લા મુહૂર્ત સાથે સમાપન થશે.

ક્યાં મહિનામાં કેટલા મુહૂર્ત લગ્ન માટેના શ્રેષ્ઠ છે

 • જાન્યુઆરી 18, 20, 29, 30, 31
 • ફેબ્રુઆરી 1, 4, 12, 13,14,16, 26, 27
 • માર્ચ 11, 12
 • એપ્રિલ 16, 26, 27
 • મે 2, 5, 6, 8,14,17,18,19
 • જૂન 11, 14,15, 25, 29, 30
 • મિનારક કમુરતાં 14 માર્ચથી 13 એપ્રિલ સુધી
 • શુક્રઅસ્ત તા. 30 મેથી 9 જૂન સુધી.
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી