તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટઃ રાજ્યભરમાં એક જ આઈડી પરથી લાભાર્થી ન હોય તેવા લોકોને આયુષ્માન કાર્ડ કાઢવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ રાજકોટમાં ઓપરેટરોને છૂટા કરવામાં આવ્યા છે. આખું કૌભાંડ માત્ર ઓપરેટરોએ જ આચર્યું હોય તેવું ચિત્ર ઊભું કરાયું છે. ઓપરેટર મનફાવે તેમ એન્ટ્રી કરી આપતા અને કાર્ડ નીકળતા હતા તેવો આભાસ ઊભો કરાયો છે પણ હકીકતે ઓપરેટર ફક્ત અરજી કરતા હતા એપ્રૂવ કરવાની જવાબદારી તબીબો પર હતી. અરજીમાં નામ યોગ્ય છે કે નહીં લાભાર્થી યોગ્ય છે કે નશીં દસ્તાવેજો ચકાસીને અરજી એપ્રૂવ થાય પછી જ કાર્ડ નીકળે જો પેન્ડિંગ હોય અથવા તો રિજેક્ટ કર્યું હોય તો પણ કાર્ડ નીકળતું નથી. તેથી આ કૌભાંડમાં જેટલા ઓપરેટરોની સંડોવણી ખૂલી છે તેમની સાથે તબીબો પણ એટલા જ જવાબદાર છે પણ તેમને છાવરવા માટે કોઇ પગલાં લેવાયા નથી. આ રીતે આયુષ્માન કાર્ડની પ્રક્રિયા થાય ઓપરેટર લાભાર્થીના પરિવારમાં કોઇ વ્યક્તિનો ઉમેરો કરે એટલે સિસ્ટમમાં સંબંધ સિલેક્ટ કરી તેને લગતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. ઓપરેટર અરજી સબમિટ કરે એટલે તે મંજૂરી માટે જાય મંજૂર કરવા માટે આરબીએસકે ડોક્ટર તેમજ મેડિકલ ઓફિસરની ટીમ હોય છે દરેક પાસે આઈડી હોય છે અને તે આઈડી પરથી તમામ અરજીઓ જોઈ શકે છે આ અરજીઓ ચકાસી, દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ તેણે મંજૂરી આપવાની હોય છે મંજૂરી આપે એટલે કાર્ડ બનવા માટે તૈયાર થઈ જાય છે સદરમાં એક જ ટેબલ પરથી અધિકારીનું લોગીન મળ્યું સદર વિસ્તારમાં દ.શા. સોરઠિયા વણિક સમાજ માટેના કાર્ડ કાઢવામાં પ્રતિ વ્યક્તિ 700 રૂપિયાની માતબર રકમ પડાવાતી હતી. તેમાં કૌભાંડી ઓપરેટરે ભરૂચના તાલુકા આરોગ્ય અધિકારી સાથે સાઠગાંઠ કરીને તેનું આઈડી મેળવી લીધું હતું. એક જ ટેબલ પરથી તે અરજી ભરતો અને ત્યાંથી અધિકારીના લોગીન પરથી મંજૂર પણ કરી લેતો. પોલીસે આ કેસમાં ઓપરેટર ઉપરાંત ભરૂચના આરોગ્ય અધિકારીની પણ ધરપકડ કરી હતી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.