તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારના નિયમને નેવે મુકી આટકોટની યુનિક સ્કૂલે વાર્ષિક કાર્યક્રમ યોજ્યો, 5 હજાર લોકો ભેગા કર્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેર રજા છતાં સ્કૂલ સંચાલકે વાર્ષિક કાર્યક્રમ યોજ્યો - Divya Bhaskar
જાહેર રજા છતાં સ્કૂલ સંચાલકે વાર્ષિક કાર્યક્રમ યોજ્યો
  • શું આ સ્કૂલ સંસાલકને કોઈનો ડર નથી? તેવો સવાલ ઉઠ્યો છે

મોટાદડવા: ચારથી વધુ લોકો ભેગા નહીં થવા સરકાર દ્વારા કલમ 144 લાગુ કરવામાં આવી છે. આટકોટ યુનિક સ્કૂલે સરકારના નિયમને નેવે મુકી અને કોરોના વાઈરસની ઐસી કી તૈસી કરીને વાર્ષિક કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં અંદાજીત 5 હજાર જેટલા લોકો ભેગા કર્યા હતા. શું આ સ્કૂલ સંસાલકને કોઈનો ડર નથી? તેવો સવાલ ઉઠ્યો છે.
યુનિક સ્કૂલ દ્વારા યુટ્યૂબમાં લાઈવ ટેલિકાસ્ટ કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો હતો. સ્કૂલના સંચાલકે કોઈનો ડર રાખ્યા વગર વાર્ષિક ઉત્સવ રાખ્યો હતો.

જસદણ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચતા મામલો ગંભીર બન્યો
જસદણ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા ત્યારબાદ મામલો ગંભીર બન્યો હતો. 144 કલમનો નિયમનો ભંગ કર્યો હતો અને સ્કૂલના સંસાલક દ્વારા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. સ્કૂલ સંસાલક પોતાના બચાવમાં યુટ્યૂબમાં કાર્યક્રમના વીડિયો ડીલીટ કર્યા હતા. 144 કલમનો ભંગ કરનાર સ્કૂલ સંસાલક સામે સરકાર શું પગલાં લેશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે.

(બ્રિજેશ વેગડા, મોટાદડવા)

અન્ય સમાચારો પણ છે...