તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Approval Was Given To Two Law Colleges In Jamnagar In September After Completing 63 Days Of Study

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસના 63 દી’ પૂરા થયા પછી જામનગરમાં બે લો કોલેજને સપ્ટેમ્બરમાં આપી મંજૂરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફાઇલ તસવીર
 • નવી કોલેજમાં વિદ્યાર્થીની 80 ટકા હાજરી કેવી રીતે થશે પૂરી
 • ડીનના અભિપ્રાયને ‘ઢાલ’ બનાવી કોલેજ સંચાલકોને મંજૂરી આપી ખુશ કરી દેવાયા

રાજકોટઃ વધુ એક વિવાદ યુનિવર્સિટીના ચોપડે ચડ્યો છે જેમાં પૂર્વ શિક્ષણમંત્રીની ભલામણ આવતા તમામ નીતિ નિયમો નેવે મૂકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ જામનગરની બે લો કોલેજને 63 શૈક્ષણિક દિવસ પૂરા થઇ ગયા હોવા છતાં મંજૂરીની મહોર મારી દીધી હતી. આ કોલેજોમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓ મંજૂરીના દિવસે જ જો પ્રવેશ લ્યે તો પણ તેમના શૈક્ષણિક દિવસો માત્ર 28 જ થાય છે ત્યારે 94 દિવસમાં 28 દિવસ હાજર રહેનારા વિદ્યાર્થીઓની ટર્મ યુનિવર્સિટી ગ્રાન્ટ કરશે કે કેમ તેવો સવાલ પણ ઉઠ્યો છે.

80 ટકા હાજરી પૂરી કરવાની શરતે જોડાયા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ગત 3જી સપ્ટેમ્બરે જામનગરની સિદ્ધિવિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ(એસવીઇટી) સંચાલિત કોમર્સ એન્ડ બીબીએ કોલેજની સંલગ્ન લો કોલેજ અને ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ગોસરાણી કોમર્સ એન્ડ ડી.ડી.નાગડ બીબીએ કોલેજની સંલગ્ન લો કોલેજને શરૂ કરવા મંજૂરી આપી દીધી હતી. જેમાં એવી શરત મુકવામાં આવી છે કે 80 ટકા હાજરી પૂરી કરવાની શરતે જોડાણ મંજૂર કરવામાં આવે છે.  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય ગત 12 જૂને શરૂ થઇ ગયું હતું અને તેને 63 દિવસ વીતી ગયા છે અને આગામી 18 નવેમ્બરના રોજ ફર્સ્ટ એલએલ.બી. સેમેસ્ટર-1ની પરીક્ષા છે ત્યારે આ બન્ને કોલેજના વિદ્યાર્થીઓ પાસે અભ્યાસના વધુમાં વધુ 28 દિવસ રહે છે તો કેવી રીતે તેમની ટર્મ ગ્રાન્ટ થશે? એસવીઇટીની કોલેજના સંચાલક મંડળ અને ગોસરાણી કોલેજના સંચાલક મંડળે અરજી કર્યા બાદ બન્નેની અરજી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ 22 ઓગસ્ટ 2019ના રોજ મંજૂર કરી હતી. બન્ને કોલેજને એકેડેમિક કાઉન્સિલ અને સિન્ડિકેટ દ્વારા એનઓસી પણ અપાઈ છે.

રજિસ્ટ્રારને પૂછો, 80 ટકા હાજરી કેવી રીતે થશે: VC
કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આ બન્ને લો કોલેજને 80 ટકા હાજરીની શરતે મંજૂરી આપવામાં આવી છે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’એ એવો સવાલ ઉઠાવ્યો હતો કે અભ્યાસના 63 દિવસ પૂરા થઇ ગયા છે તો 80 ટકા હાજરી કેવી રીતે થશે? જેના જવાબમાં કુલપતિ ડો.પેથાણીએ જણાવ્યું હતું કે, એ બાબતે રજિસ્ટ્રારને પૂછો કે 80 ટકા હાજરી કેવી રીતે થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો