• Gujarati News
  • National
  • An Unidentified Youth's Body Was Found From The Khodiyar Temple Near Kagaddi Village On Rajkot Tankara Road.

રાજકોટ-ટંકારા રોડ પર કાગદડી ગામ પાસેના ખોડીયાર મંદિર સામે આધેડની હત્યા કરી લાશ ફેંકી દીધી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવકની તસવીર - Divya Bhaskar
મૃતક યુવકની તસવીર
  • રાજકોટમાં રહેતા આધેડની લાશ મળી આવી
  • અગાઉ ત્રણેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા છે

રાજકોટઃ ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા આધેડની હત્યા કરાયેલી લાશ શહેરની ભાગોળે કાગદડી નજીકથી મળી આવી હતી. આધેડની હત્યા અન્ય સ્થળે કરી લાશ કાગદડી નજીક ફેંકી દેવાયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી
કાગદડી નજીક ખોડિયાર માતાજીના મંદિર સામે કાચા રસ્તા પર લાશ પડી હોવાની જાણ થતાં એસીપી ટંડેલ અને કુવાડવા પીઆઇ પરમાર સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક રાજકોટના દૂધસાગર રોડ પર ફારૂકી મસ્જિદ નજીક રહેતો ઇકબાલ બાબુભાઇ માજોઠી (ઉ.વ.45) હોવાનું ખુલ્યું હતું. મૃતકની ઓળખ તેના નાનાભાઇએ કરી દીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઇકબાલભાઇ પરિણીત છે, તેના બહેનને બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કર્યા હોય પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલે હતા જ્યારે ઇકબાલભાઇ અને તેના માતા જ ઘરે હતા. સોમવારે સવારે બહાર જવાનું કહી ઇકબાલભાઇ ઘરેથી નીકળ્યા હતા અને મોડી સાંજે તેમની હત્યા અંગેના સમાચાર પરિવારજનોને મળ્યા હતા.

ઘા મારીને હત્યા કરવામાં આવી
ઇકબાલભાઇને ડાબા પડખાના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકાયો હતો. પોલીસે સ્થળ તપાસ કરતાં ઇકબાલભાઇની હત્યા અન્ય કોઇ સ્થળે કરવામાં આવી હોવાનું અને હત્યા કર્યા બાદ લાશ કાગદડી નજીક ફેંકી દેવાયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. અગાઉ દારૂ પીવા સહિત ત્રણેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા ઇકબાલભાઇની હત્યા કોણે અને શા માટે કરી તેનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...