ઉડાન / રાજકોટ-મુંબઈની સાંજની ફ્લાઈટ આજથી દરરોજ ઉડશે, વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત

રાજકોટ એરપોર્ટની ફાઈલ તસવીર
રાજકોટ એરપોર્ટની ફાઈલ તસવીર

  • 15 ઓક્ટોબરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે

Divyabhaskar.com

Sep 16, 2019, 09:21 AM IST

રાજકોટ:છેલ્લા અઢી મહિનાથી એર ઇન્ડિયાની મોટાભાગની ફ્લાઈટ હજ યાત્રિકો માટે ફાળવી દેવાતા ડોમેસ્ટિક ફ્રીકવન્સીને અનેક ફ્લાઈટના શિડ્યૂલ ખોરવાયા હતા. હવે આજથી એટલે તારીખ 16 સપ્ટેમ્બરને સોમવારથી રાજકોટથી મુંબઈની સાંજની ફ્લાઈટ દરરોજ ઉડાન ભરશે. એર ઇન્ડિયાની સાંજની ફ્લાઈટ નિયમિત થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વેપારીઓ અને ઉદ્યોગકારોને રાહત થશે. કારણ કે, અત્યાર સુધી આ ફ્લાઈટ સપ્તાહમાં માત્ર ત્રણ દિવસ ઉડાન ભરતી હતી.

એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ આવતા મહિને 15 ઓક્ટોબરથી શરૂ થશે
આજથી આ ફ્લાઈટ સપ્તાહમાં ત્રણ જ દિવસને બદલે દરરોજ ઉડાવવામાં આવનાર હોવાનું એર ઇન્ડિયાના રાજકોટના સ્ટેશન મેનેજરે જણાવ્યું છે. વધુમાં રાજકોટથી મુંબઈ એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટ આવતા મહિને 15 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે અને બીજી બાજુ સપ્તાહમાં ત્રણ દિવસની ફ્લાઈટ પણ હવે સોમવારથી નિયમિત થતા રાજકોટના વેપારીઓ-ઉદ્યોગકારોને મુંબઈ જવા માટે એક દિવસમાં એર ઇન્ડિયાની બે-બે ફ્લાઈટનો લાભ મળશે.

X
રાજકોટ એરપોર્ટની ફાઈલ તસવીરરાજકોટ એરપોર્ટની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી