તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Aims Of Building A 90 meter Road To Aimes Would Not Be A Question Of Land Acquisition If Construction Of Ruda Was Made.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એઇમ્સનો 90 મીટરનો રોડ બનાવવા માર્ગ-મકાન વિભાગનો હઠાગ્રહ, રૂડા બનાવે તો જમીન સંપાદનનો પ્રશ્ન ન આવે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ મહાનગરપાલિકા - ફાઇલ તસવીર
 • જમીન સંપાદન રૂડા કરી આપે તેવી માર્ગ અને મકાન વિભાગની ઇચ્છા પરંતુ રોડ તો પોતાને જ બનાવવો છે
 • પીડબલ્યુડી જીદ નહીં છોડે તો રોડ બનાવતા વર્ષો નીકળી જશે, રૂડા પાસે વિકલ્પ હોય કામ ઝડપથી પૂરું થશે

રાજકોટઃ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળે એઇમ્સ માટે સૌરાષ્ટ્રનો સૌથી મોટો 90 મીટરનો રોડ ડિઝાઇન કર્યો છે પરંતુ હવે આ રોડ કોણ બનાવે તે મુદ્દો સામે આવ્યો છે. રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગને આ રોડ બનાવવા માટે 70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મોકલી છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ જો આ રોડ બનાવે તો જમીન સંપાદનનો ટેક્નિકલ પ્રશ્ન સામે આવે તેમ છે. જ્યારે રૂડા બનાવે તો જમીન સંપાદનના બદલે ટી.પી.માં જમીન મજરે આપી ખેડૂતો પાસેથી સ્વૈચ્છિક જમીનનો કબ્જો મેળવી શકાય તેમ છે. માર્ગ અને મકાન વિભાગને 90 મીટરનો રોડ બનાવવો છે પરંતુ જમીન સંપાદનની કામગીરી રૂડા કરી આપે તેવી ઇચ્છા રાખી રહ્યું છે. પરિણામે સમગ્ર મામલો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે.

મકાન વિભાગનો 90 મીટર રોડ બનાવવા હઠાગ્રહ
જામનગર રોડથી એઇમ્સ સુધી પહોંચવા માટે 12 કિ.મી. લાંબો 90 મીટરનો 8 માર્ગીય રોડ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને સરકારે 70 કરોડની ગ્રાન્ટ આપી છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગ જમીન સંપાદનની કામગીરી રૂડા કરે તેવું કહી રહ્યું છે. રૂડા જમીન સંપાદન કરી માર્ગ અને મકાન વિભાગને કબજો સોંપે તો આ  રોડ માર્ગ અને મકાન વિભાગનો કહેવા તેથી ભવિષ્યમાં ટી.પી. કપાતમાં 40  ટકામાં ખેડૂતોને રૂડા જમીન મજરે આપી ન શકે અને આ રોડ પર આપવામાં આવતી એફએસઆઇની છૂટછાટનો લાભ પણ ન મળે. તેથી રૂડાએ આ રોડ બનાવવા માટે તૈયારી દેખાડી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગ પોતે જ 90 મીટરનો રોડ બનાવવા હઠાગ્રહ રાખી રહ્યું છે. જો કે રૂડાએ આ રોડ બનાવવા માટે સરકાર ગ્રાન્ટ આપે તેવી પણ ઇચ્છા રાખી રહ્યું છે. જો સરકાર ગ્રાન્ટ ન આપે તો રૂડાની મોટા ભાગની રકમ આ રોડ બનાવવા પાછળ જ વપરાય અને અન્ય વિસ્તારમાં ડેવલોપમેન્ટના કામ અટકી જાય. ઼

અગાઉ માર્ગ અને મકાન વિભાગે ખોટુ માર્કિંગ કર્યું
એઇમ્સ સુધી પહોંચવા માટે રૂડાએ ડેવલોપમેન્ટ પ્લાનમાં 90 મીટરનો વિશેષ રોડ જાહેર કર્યો હતો. ત્યાર બાદ માર્ગ અને મકાન વિભાગે આ રોડ બનાવવા માટે ગતિવિધિ શરૂ કરી હતી. પરંતુ માર્ગ અને મકાન વિભાગે રૂડાએ જાહેર કરેલા 90 મીટરના રોડના ડાયમેન્શનના બદલે અન્ય સ્થળે બનાવવા ડીપીઆર તૈયાર કર્યો હતો અને ટેન્ડર પ્રસિધ્ધ કરવાની તૈયારી ચાલી કરી હતી પરંતુ રૂડાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને અટકાવ્યા હતા. 

જમીન બાદ આપી શકે તેથી કોઇ પ્રશ્ન ન આવે
રૂડાએ ગત બોર્ડ બેઠકમાં એઇમ્સ માટે 90 મીટરનો રોડ બનાવવા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.36-3 ઘંટેશ્વર પરાપીપળિયાની પ્રારંભિક યોજના મંજૂર કરી છે. ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ જ્યારે ટી.પી.માં કોઇ રસ્તાનો સમાવેશ થાય ત્યારે તે જમીન જે તે ખેડૂતને બિનખેતી સમયે મજરે આપવામાં આવે છે. તેથી જમીન સંપાદનનો કોઇ પ્રશ્ન ન આવે અને સ્વૈચ્છિક રીતે જ જમીનનો કબજો મળી શકે. તેથી જો રૂડા આ રસ્તો બનાવે તો જમીન સંપાદનનો કોઇ પ્રશ્ન ન રહે. પરંતુ 90 મીટરનો રોડ બનાવવા માર્ગ અને મકાન વિભાગને રાજ્ય સરકારે જે ગ્રાન્ટ આપી છે તે રકમ રૂડાને આપવામાં આવે તો જ રૂડા આ કામ કરી શકે તેમ છે. - ચેતન ગણાત્રા, સીઇઓ રૂડા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો