તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરાને ઉઠાવી જવાનાં ગુનામાં 3 મહિનાથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે દ્વારકાથી ઝડપી પાડ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આરોપી પાર્થ કનુભાઈ ખાચર
 • પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી

રાજકોટ:શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક સગીરાને ઉઠાવી જવાના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દ્વારકાથી ઝડપી લીધો છે. આ શખ્સ અગાઉ પણ પોક્સો અને વાહનચોરીના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી અગાઉ પોક્સો અને વાહનચોરીના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે
થોરાળાનાં સંતકબીર રોડ ઉપર શક્તિ સોસાયટીમાં રહેતી કોળી સગીરાને ત્રણ મહિના પૂર્વે દુષ્કર્મના ઇરાદે એક શખ્સ ઉઠાવી ગયો હોય અપહરણની ફરિયાદ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. બે મહિના બાદ પણ કોઈ કામગીરી નહિં થઇ હોવાની રજૂઆત કોળી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેથી પોલીસ કમિશ્નર અગ્રવાલની સુચના બાદ રાજકોટ પોલીસે દ્વારકા જિલ્લાનાં કલ્યાણપુર તાલુકાનાં ગોરાણા ગામે દરોડો પાડી અપહરણ કરનાર પરાશર પાર્કના પાર્થ કનુભાઈ ખાચરને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. આ શખ્સ અગાઉ બી ડિવિઝનમાં વાહનચોરી અને થોરાળામાં અપહરણ, પોક્સોનાં ગુનામાં પકડાઈ ચુક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો