રાજકોટ / તે રાતે લલનાને ચૂકવવાના પૈસા નહોતાં એટલે 8 વર્ષની બાળકીને ઉઠાવી હતી: નરાધમની કબૂલાત

accused says not rupee for pay to prostitute so kidnape teen age girl at rajkot

  • પોલીસને ઇનામના સ્વરૂપમાં મળેલી રોકડ રકમ બાળકીના પરિવારને આપવામાં આવી

Divyabhaskar.com

Dec 02, 2019, 04:05 PM IST

રાજકોટ: રાજકોટના 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના 24 કલાકમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે સીસીટીવીની મદદથી રાજકોટના ભારતનગર શેરી નં.8માં રહેતો આરોપી હરદેવ મશરૂ માંગરોળિયાને ઝડપી પાડ્યો હતો અને તેણે પોલીસને ચોંકાવનારી કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તે રાતે મારી પાસે લલનાને ચૂકવવાના પૈસા નહોતા એટલે બાળકીને ઉઠાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ખોટું થઇ ગયું મને નિંદર નથી આવતી: નરાધમના હવાલતમાં હવાતીયા

હવાલતમાં રાત્રે હરદેવ હવાતીયા મારતો હતો અને કહેતો હતો કે ખોટું થઇ ગયું મને નિંદર નથી આવતી તેવા ઢોંગ કરતો હતો. પોલીસને આપેલી કબૂલાત આપતા જણાવ્યું હતું કે, હા સા'યબ મેં જ આવું કર્યુ હતું, હું કુંવારો છું, રોજ કોથળી પીવાની ટેવ છે, મને જ્યારે પણ સેક્સની ઇચ્છા થાય ત્યારે હું ભાવનગર રોડ પર જઇ લલના સાથે મજા કરતો રહું છું. પણ એ રાતે મારી પાસે લલનાને ચૂકવવાના પૈસા નહોતાં અને લટાર મારતો-મારતો બગીચા તરફ પહોંચ્યો ત્યારે બાળકીને સૂતેલી જોઇ તેની સાથે વાસના સંતોષવાની ઇચ્છા થઇ હતી અને તેને ઉઠાવી લીધી હતી. હું દરરોજ પોલીસથી બચવા જે પુલીયા નીચે બેસીને દારૂ પીતો હતો એ જગ્યાએ કોઇ આવતું જતું ન હોવાથી બાળાને ત્યાં જ લઇ ગયો હતો. મહિલા પોલીસ પાંચ દિવસના રિમાન્ડ માંગશે. હવે પોલીસ દસ દિવસ પ્રોહીબિશનની ડ્રાઇવ ચલાવશે.

પોલીસને ઇનામમાં મળેલી રકમ બાળકીના પરિવારને સોંપાઇ

રાજકોટ શહેર પોલીસને ઇનામમાં મળેલી રોકડ રકમ બાળકીના પરિવારજનોને સોંપવામાં આવી છે. પોલીસ અધિકારીઓ દ્વારા કુલ 70 હજાર રોકડ રકમ બાળકીના પરિવારજનોને આપવામાં આવી છે. બાળકીના ઉજ્જવ ભવિષ્ય માટે આ રકમ સોંપવામાં આવી છે.

કેવી રીતે બની હતી ઘટના

હરદેવ ગત શુક્રવારે રાતે ચિક્કાર નશાની હાલતમાં હતો. બાળાને તેના પરિવારજનો સાથે સુતેલી જોઇને ઉઠાવવા માટે ત્યાં ગયો હતો. પરંતુ કૂતરા ભસતાં અને પાછળ દોડતાં તે ભાગી ગયો હતો. એ પછી રાતે ફરીથી પહોંચ્યો હતો. સુતેલી બાળાને તેના જ ગોદડા સમેત ઉઠાવી ગોદડાથી જ મોઢે મુંગો દઇ નજીકના પુલ નીચે લઇ ગયો હતો અને ત્યાં છરી બતાવી બાળા સાથે મોબાઇલ ફોનની ટોર્ચ લાઇટથી અંજવાળુ કરી દુષ્કર્મ આચર્યું હતું. બાળા આ હેવાનીયતને કારણે લોહીલુહાણ થઇ ગયા પછી તે કપડા પહેરી હમણા આવું તેમ કહીને બાળાને ત્યાં જ મુકી ભાગી ગયો હતો. બાદમાં દુષ્કર્મ આચર્યુ એ સ્થળથી થોડે જ દૂર રેતીના ઢગલા પર જઇ સુઇ ગયો હતો.

X
accused says not rupee for pay to prostitute so kidnape teen age girl at rajkot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી