• Gujarati News
  • National
  • A Spicy And Spicy Twat, The Husband Feeds The Visitor To Mars In Order To Fulfill His Wife's Final Wish.

ચટપટુ અને મસાલેદાર બેસણું, પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા પતિએ મંગળપ્રાર્થનામાં આવનારને પાણીપૂરી ખવડાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બેસણામાં પાણીપુરી રખાઇ અને ઇન્સેટમાં પતિ ભદ્રાયુભાઇ વચ્છરાજાની સાથે ઇલાબેનની ફાઇલ તસવીર - Divya Bhaskar
બેસણામાં પાણીપુરી રખાઇ અને ઇન્સેટમાં પતિ ભદ્રાયુભાઇ વચ્છરાજાની સાથે ઇલાબેનની ફાઇલ તસવીર
  • રાજકોટની રાષ્ટ્રીય શાળામાં 2000 લોકોએ પાણીપૂરી અને ચાની પ્રસાદી લીધી

રાજકોટઃ ‘ખુબ જ પ્રેમથી જીવી છું, એટલે મારી ઇચ્છા છે કે આજની મંગળ પ્રાર્થના પછી મને ખુબ જ પ્રિય ‘પાણી પુરી’ અને ‘ચા’ની પ્રસાદી તમને ખવડાવીને વિદાય લઉ, તમને હુ આગ્રહભરી વિનંતી કરૂ કે આજની મંગળ પ્રાર્થનામાં પાંચ મીનીટ ગાળ્યા પછી બહાર નિકલો ત્યારે મારી પ્રસાદી લીધા વગર ન જશો. તમે મારી આ આત્મીય લાગણીને માન આપશો તો હુ અનંતની યાત્રાએ રાજીપો લઇને જઇશ’ તેવો પત્ર ડો.ઇલાબેન ભદ્રાયુભાઇ વચ્છરાજાનીના દેહાવસાન બાદ રાષ્ટ્રીય શાળામાં યોજાયેલી મંગળ પ્રાર્થનાસભામાં આવેલા તમામ લોકોને આપવામાં આવ્યો હતો અને આ તમામ લોકોએ દિવંગત ઇલાબેનની ઇચ્છાને માન આપી ‘પાણીપુરી તથા ચા’ની પ્રસાદી લઇ  તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

અંતિમયાત્રને અનંતયાત્રા બનાવી દીધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત અધ્યાપક ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ જણાવ્યું હતું કે, અમે બન્ને આમ તો શિક્ષક ખરાને. ઇલાને ચા પીવાનો ખુબ જ શોખ હતો તેમજ પાણીપુરી પણ તેમને ખાવી અને ખવડાવવી ખુબ જ ગમતી હતી. આથી તેમણે મને અને અમારા અને સગાસબંધીઓને વિનંતી કરી રાખી હતી  કે મારા દેહાવસાન બાદ મંગલ પ્રાર્થનામાં ‘પાણીપુરી અને ચા’ની પ્રસાદી રાખજો. બે દિવસ પહેલા તેમણે અણધારી વિદાય લીધી હતી. અમે મૃત્યુને મંગળ ગણીને તેમની અંતિમ યાત્રાને અનંત યાત્રા ગણીને ઘરથી વૈકુંઠ રથ સુધી ગુલાબની છોળો પાથરી તેમને લઇ ગયા હતા અને અનંતયાત્રામાં જોડાયેલાઓને ગુલાબના ફૂલ આપ્યા હતા અને ધૂન-ભજન સાથે અબીલ ગુલાલની છોળો ઉડાડી અનંત યાત્રામાં જોડાયેલા ડાઘુઓ સૌરાષ્ટ્ર હાઇસ્કૂલે થઇ સ્માશાને પહોંચ્યા હતા અને મૃત્યુને મહોત્સવની જેમ ઉજવી તેમને વિદાય આપી હતી.

મંગળ પ્રાર્થનાનું આયોજન કર્યું
ત્યારબાદ તેમની ઇચ્છા મુજબ મંગળ પ્રાર્થનામાં લોકો ‘પાણીપુરી અને ચા’ ની પ્રસાદી લઇને જાય તે માટે ઇલાબેનના નામના જ કાર્ડ છપાવ્યા હતા અને દરેક લોકોને કાર્ડ આપી ઇલાબેનની ઇચ્છાને માન આપી પ્રસાદી લઇ જવા સમજાવ્યા હતા. રાજકોટ શહેરમાં મૃત્યુને મહોત્સવની જેમ વધાવીને મંગળ પ્રાર્થનાનું અનોખુ આયોજન છેલ્લા બે દિવસથી શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.