તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Two People Who Cheated Rs 1.69 Crore In The Name Of Petrol Pump Were Arrested From Bihar

મોરબીમાં પેટ્રોલપંપના નામે 1.69 કરોડની ઠગાઇ કરનાર બે શખ્સ બિહારથી ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબી એલસીબી અને વારસલી પોલીસની રેડ 54.43 લાખ રોકડ કબજે


મોરબી: શહેરના સિરામિક ઉદ્યોગકાર સાથે પેટ્રોલપંપના નામે થયેલી 1.69 કરોડની ઠગાઇના આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી છે. મોરબીમાં વોલ્ગા સિરામિકનાં ડીરેક્ટર હિરેનભાઈ ચંદુભાઈ અઘારાએ જેતપર ગામ નજીક પેટ્રોલ પંપ શરુ કરવા ઓનલાઈન અલગ અલગ કંપનીઓમાં અરજી કરી હતી. આ અરજી બાદ આંકાક્ષા અગ્રવાલ નામની મહિલાએ હિરેનભાઈને ફોન કરી પોતે રિલાયન્સ પેટ્રોલીયમ લીમીટેડથી બોલતા હોય તેમણે પેટ્રોલ પંપની અરજી અંગે કન્ફર્મેશન અંગે પૂછપરછ કરી હતી.

અચાનક જે વેબસાઈટ અને મોબાઈલ નંબર બંધ થઇ જતાં હિરેનભાઈને પોતાની સાથે છેતરપીંડી થયાનો અંદાજ આવ્યો હતો. તેમણે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા મોરબી એલસીબી પીઆઈ વ્યાસ અને સ્ટાફે ફોન રેકોર્ડ અને બેંક ખાતાની વિગત પરથી તપાસ કરતા આરોપીઓએ બિહારનાં નાવદા જીલ્લાના વારીસલી પોલીસ સ્ટેશન વિસ્તારના હોવાનું સામે આવ્યુ હતું. મોરબી પોલીસની એક ટીમ બિહાર પહોચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી પોલીસે મુરલાચક વિસ્તારમાંથી મહોબ્બત પુરાના વિપુલ કુમાર અને હિસુઆ જીલ્લાના ગોપાલ કુમારને ઝડપી લીધો હતો. આરોપીઓ પાસેથી રૂ ૫૪.૪૩ લાખ રોકડ,૩૩ એટીએમ કાર્ડ ,મોબાઈલ,લેપટોપ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો.

વેપારી પાસેથી ફોન કરવામાં આકાક્ષા અગ્રવાલ તેમજ મનોજ ચૌહાણ તેમજ અન્ય એક અજાણ્યો શખ્સ ફોન કરી અવારનવાર નવાર રૂપિયા મગાવતાં હતો.  આ કોણ છે તે અંગે પણ આરોપીઓ મોરબી આવ્યા બાદ તેની પુછપરછના આધારે સામે આવશે. ૬ મહિના પહેલા પેટ્રોલપંપ અંગે  જાહેરાત અપાઈ હતી.પેટ્રોલીયમ કંપની દ્વારા પેટ્રોલ પંપ અંગે જાહેરાત આપી હતી જે જાહેરાતમાં અનેક લોકોએ અરજી કરી હતી આ શખ્સોએ આવા શખ્સોને ખંખેરવા પ્લાન બનાવી વિગત મેળવી ખોટી વેબ્સાઈટ ઉભી કરી હતી અને ફોન દ્વારા માહિતી આપવાના બહાને છેતરપીંડી આચરી હતી.

ફોન કરી સૌ પ્રથમ મનોજ ચૌહાણે ફોન કરી  રજીસ્ટ્રેશનના નામ રૂ ૨૯,૫૦૦ રકમનો આરટીજીએસ કર્યો હતો. બાદમાં જુદા-જુદા 10 ખાતાઓમાં એગ્રીમેન્ટ, એનઓસી, પેટ્રોલીયમ લાયસન્સ, ઇન્સ્યોરન્સ, સિક્યુરિટી ડિપોઝીટ, ક્રેડિડ ડિપોઝીટ, ટ્રક ખરીદી માટે ફ્યુલ ડિસ્પેન્સરી વગેરે જેવા બહાના હેઠળ બે માસમાં કુલ ૧૦ ખાતામાં અલગ અલગ સમયે ૧,૬૯,૫૫,,૨૦૦ જમા કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...