તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • This Is The Only Free Dispensary Of Saurashtra From X ray, Sonography, From Mother To Camel.

ઊંદરથી ઊંટ સુધી એક્સ-રે, સોનોગ્રાફી કરતી સૌરાષ્ટ્રની આ એક માત્ર નિ:શુલ્ક ડિસ્પેન્સરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષમાં 30 હજાર પશુ અને પક્ષીઓની સારવાર કરવામાં આવી, ખર્ચ ટ્રસ્ટીઓ ભોગવે છે 

રાજકોટ: રાજકોટના ‘અહિંસા પરમો ધર્મ’ મુજબ છેલ્લા ચારેક વર્ષથી પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત સૌરાષ્ટ્રની એકમાત્ર એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્સરી રાજકોટમાં 24 કલાક કાર્યરત હોય છે. 3 વર્ષમાં 30 હજાર જેટલા પશુ-પક્ષીઓની નિશુલ્ક સારવાર કરવામાં આવી છે. ઉંદર હોય કે ઊંટ, તમામ પશુ-પક્ષીઓના એક્સ-રે, સોનોગ્રાફી સહિતના ટેસ્ટ પણ લેબમાં કરવામાં આવે છે.

દર વર્ષે અંદાજિત 15 લાખ જેટલો ખર્ચ થાય છે જે ટ્રસ્ટીઓ ભોગવી લે છે. પ્રોજેક્ટના ચેરમેન મયુરભાઇ શાહ કહે છે કે,અબોલ પશુ-પક્ષીનું દર્દ સમજવું એક તબીબ માટે પણ પડકારરૂપ હોય છે, પરંતુ હાલ ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણોના સહારે  સારવાર અને નિદાન સરળ બને છે. દરરોજ 60 જેટલા કેસ આવે છે. હાઈટેક સારવાર માટે તેવી મોટી હોસ્પિટલ બનાવવાનું લક્ષ્ય છે. 100થી વધુ પક્ષીઓને વેન્ટિલેટર પર રાખીને નવજીવન બક્ષ્યું છે. 200થી વધુ શ્વાનની નિષ્ણાતો દ્વારા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે.

150થી વધુ પશુને ટ્યુમરની પણ સર્જરી કરી તંદુરસ્ત સ્વાસ્થ્ય આપ્યું છે. બીજી તરફ ભાવનગરમાં શૈશવ સંસ્થા છેલ્લા 15 વર્ષથી વંચિત બાળકોના અધિકાર અને વિકાસ માટે કામ કરે છે. તિરસ્કૃત કે તરછોડાયેલા બાળકો પ્રલોભનોની આડમાં હિંસા કે અન્યાયના માર્ગે ચડી ના જાય તે માટે બાલસેના કામ કરે છે. આ સંસ્થાના અથાગ પ્રયાસોથી અનેક વંચિતોના જીવનમાં ફેરફાર થયો છે.

અન્ય સમાચારો પણ છે...