તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેરમાં જ્ઞાતિ છૂપાવી યુવકે પ્રેમ કર્યાની જાણ થતાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી, જોકે આપઘાતનું ખુલ્યું 
  • એક યુવતી સાથે વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી
મોરબી : વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમા રહેતી એક યુવતી સાથે વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવી એક જ જ્ઞાતિના હોવાનું જણાવી યુવતીને વિશ્વાસમાં લીઘી હતી. બાદમાં તેને પ્રેમજાળમાં ફસાવી હતી જોકે આ યુવકનું જુઠ્ઠાણું જાજો સમય ટક્યું નહીં અને ભાંડો ફૂટતા યુવતીએ તેની સાથે પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. જોકે તેમ છતાં આ યુવક યુવતીને પરેશાન કરતો હોવાથી કંટાળી ગઈ હતી. આ દરમિયાન બે દિવસ પહેલા યુવતીની અમરસર ગામની સીમમાં ફાંસો લગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનામાં યુવતીના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ કરતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી તેને દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આત્મહત્યા માટે મજબૂર કરતા હોવાની  ફરિયાદ  નોંધાયા બાદ  પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને મોડીરાત્રે આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...