રાજકોટ / એક વડલો બચાવવા રૂ.100 કરોડના બિલ્ડિંગની ડિઝાઈનમાં ફેરફાર કરાશે

The design of the building of Rs.100 crores will be modified to save a head

  • દિવ્ય ભાસ્કરની વધુ એક ગ્રીન પહેલ સફળ, ઝનાના હોસ્પિટલની ડિઝાઇન બદલવા સરકાર પાસે મંજૂરી મગાઇ

divyabhaskar.com

Apr 15, 2019, 02:32 AM IST

રાજકોટ : રાજ્યના આરોગ્ય કમિશનર જયંતી રવિ ફેબ્રુઆરી માસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા માટે આવ્યા હતા. દિવ્ય ભાસ્કરે આરોગ્ય કમિશનર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઝનાના હોસ્પિટલ પાડીને નવી બનાવવામાં આવી છે પણ ત્યાં એક વર્ષો જૂનો વડલો આવેલો છે તે હયાત રહે તે ઈચ્છનીય છે.
બે માસ બાદ ઝનાના હોસ્પિટલમાં પાયા ખોદવાની કામગીરી શરૂ
આ મુદ્દે સંલગ્ન અધિકારીઓ સાથે વાત કરતા વડલો રાખવા માટે ડિઝાઈનમાં ફેરફાર કરવો પડશે જે અંગે વિચાર કરાશે તેમ કહ્યું હતું. વડલો બચાવવાની આ પહેલ 18 ફ્રેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવી હતી. તેના બે માસ બાદ ઝનાના હોસ્પિટલમાં પાયા ખોદવાની કામગીરી શરૂ કરાઈ છે જો કે તેમાં વળી વડલાનો પ્રશ્ન આવ્યો હતો. જોકે વૃક્ષો બચાવવા માટે સરકાર લોકોને અપીલ કરી રહી છે તેમજ આરોગ્ય કમિશનરે પણ વડલો બચાવવા કહ્યું છે તેને ધ્યાને લઇને વડલો કાપવામાં આવ્યો નથી.તેને બદલે ડિઝાઈનમાં ફેરફાર કરી વડલાને રક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર પાસે ડિઝાઇનમાં પરિવર્તન કરવાની છૂટ મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે.
આ પહેલ માટે માઈલસ્ટોન તેમજ સરાહનીય છે
રાજકોટમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે ખાસ કરીને શહેરના મધ્ય ભાગમાં વૃક્ષોનું છેદન કરવામાં આવતા પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે પહોંચ્યું છે. વૃક્ષનું મૂલ્ય અને પ્રદૂષણની સમસ્યા લોકો સુધી પહોંચાડવા માટે દિવ્ય ભાસ્કરે સહિયારી પહેલનો આરંભ કર્યો છે. જેને પરિણામે તંત્રે એક વૃક્ષને કારણે 100 કરોડ રૂપિયાના ખર્ચે બનનારી બિલ્ડિંગમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે જે આ પહેલ માટે માઈલસ્ટોન તેમજ સરાહનીય છે.
એક આખો બ્લોક ખસેડવામાં આવશે
‘વડને કારણે આખી હોસ્પિટલની ડિઝાઈનમાં બહુ ફેરફાર નથી થતો. એક બ્લોકને આગળ કે પાછળ ખસેડવો પડે તેમ છે. આ માટે સરકાર પાસે મંજૂરી માગવામાં આવી છે. સરકાર મંજૂરી આપે એટલે ડિઝાઈન અંગે ફરીથી ચર્ચા કરીને એક બ્લોક કઈ બાજુ ખસેડવો તે અંગે નિર્ણય કરવામાં આવશે. હાલ પાયા ખોદવાનું કામ તો ચાલી જ રહ્યું છે. ’ - પી.કે. પારેખ, ઈજનેર, પીઆઈયુ
500 બેડની અદ્યતન એમસીએચ બનશે
ઝનાના હોસ્પિટલ કે જે 125 વર્ષ જૂની હતી તેને પાડીને ત્યાં 500 બેડની વિશાળ મેટરનિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આ વિશાળ બિલ્ડિંગમાં પ્રસૂતિ તેમજ બાળકોનો વિભાગ હશે કે જેથી પ્રસૂતિ બાદ માતા અને બાળકની સારવાર એક જ સ્થળ પર થઇ શકે. આ પ્રોજેક્ટ 100 કરોડ રૂપિયાથી વધુનો છે અને જે પૈકી 33 કરોડ રૂપિયા જેટલી ગ્રાન્ટ મંજૂર કરી દેવાઈ છે.
X
The design of the building of Rs.100 crores will be modified to save a head
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી