તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનસુખ ભંડેરી સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 11 દિવસ પહેલાં પલસાણા પાસે હેઝાર્ડ વેસ્ટ ખાલી કરતી વેળાએ બે યુવાનનાં મોત થયા હતા
 • ભંડેરી ઉપરાંત પ્રહરિત પ્રિગમેન્ટ કંપનીના 14 ડિરેક્ટર પણ આરોપી: GPCB પણ શંકાના દાયરામાં
પલસાણા: પલસાણાના ચલથાણ ગામથી તાંતીથૈયા તરફ જવાના રસ્તા ઉપર ગત 9 ફેબ્રુઆરીની રાત્રિ દરમ્યાન હેઝાર્ડ વેસ્ટનો કેમિકલનો નિકાલ કરતી વખતે બે ભરવાડ બંધુઓના મોતની ઘટના બની હતી. જેમાં પોલીસ તપાસ દરમિયાન ઝગડીયા જી.આઈ.ડી.સી ખાતે આવેલ પ્રહરિત પ્રિગમેન્ટ એલ.એ.પી કંપનીમાંથી આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલ આવ્યું હોવાનું જાણવા મળેલ હતું. આ કંપની માલિકો તેમજ તેમના દ્વારા જે એજન્સીને આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરવા માટે આપવામાં આવ્યું હતું તે મળી કુલ 15 વ્યક્તિ સામે બે યુવાનોના મોત બાબતે માનવવધનો ગુનો નોંધતા સમગ્ર લોકોમાં ચર્ચા જાગી છે.

ગત 9મી ફેબ્રુઆરીના રોજ ચલથાણથી તાંતીથૈયા ગોકુલધામ સોસાયટી તરફ જતાં રોડ ઉપર આવેલ રેલવે ટ્રેક બાજુમાં ખાડીમાં એક ટેન્કરમાંથી હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરતી વેળાએ ભગવાનભાઈ ઉર્ફ મુન્નાભાઈ રેવાભાઇ ભરવાડ (રહે,સત્યમનગર ચલથાણ), તેમજ ભરતભાઈ સાઠીયા (રહે, લક્ષ્મીનગર સોસાયટી,સચિન,સુરત) નાઓનું મોત નીપજ્યું હતું. તેમજ ટેન્કર ચાલક ઇંદ્રજીતસિંહ પ્રદીપસિંહ રાજપૂતને અર્ધ બેભાન અવસ્થામાં પોલીસને મળી આવતા તેને સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ બન્ને મૃતકને  ભરતભાઇ તેજાભાઈ ભરવાડ તમેજ લાલા ભરવાડ નામનો ઈસમ બન્નેને ચલથાણ ખાતે આવેલ સંજીવની હોસ્પીટલમાં લઈ ગયો હતો. જ્યાં તેમને મૃત જાહેર કર્યા હતાં.આ ઘટના દરમિયાન કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ પી.એ.વળવીએ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલ ક્યાંથી આવ્યું તે સૌપ્રથમ તપાસ કરતા આ કેમિકલ ભરૂચ જિલ્લામાં આવેલ ઝગડીયા જી.આઈ.ડી.સીમા આવેલ પ્રહરિત પ્રિગ્મેંન્ટ એલ.એ.પી કંપનીમાંથી આવ્યું હોવાનું જાણવા મળેલ હતું. તેમજ વધુમાં આ પ્રોટેક્ટ બનાવવા માટે બાય-પ્રોડક્ટ તરીકે પોલી એલ્યુમિનિયમ ક્લોરાઈડ સોલ્યુશન, હાઈડ્રોક્લોરાઈડ એસિડ, સોડિયમ હાઇપો ક્લોરાઈડ, કોપર એસ કરી આ વસ્તુ ઉત્પન્ન થાય છે. આ તમામ ચીજ વસ્તુ ઇટીપી પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ કરી પાઇપલાઇન મારફતે અંકલેશ્વર ખાતે આવેલ નર્મદા ક્લીન ટેકનૉલોજિ લિમિટેડ એન.સી.ટી.એલમાં મોકલી આપે છે, જ્યાં ટ્રીટમેન્ટ કર્યા બાદ કંટીયાળા જાળ પમ્પિંગ સ્ટેશનથી નજીકના દરિયામાં છોડી દેવાતું હોય છે.

આ સમગ્ર પ્રક્રિયા કર્યા બાદ જે હેઝાર્ડ વેસ્ટનો નિકાલ કરવા આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરવાનો ખર્ચ લાખો રૂપિયા થતો હોવાથી કંપનીના માલિકો દ્વારા આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવા માટે ૨૦ ટનથી વધુ સ્પેનેટ હાઈડ્રોક્લોરાઈડ એસિડ શ્રીમહાવીર એન્ટર પ્રાઇઝના ડીલર નીરજકુમાર વિજયકુમાર છાજેડ (રહે,અંકલેશ્વર) નાઓને કોઈ અવાવરું જગ્યાએ નિકાલ કરવા માટે આપ્યું હતું.

તેમણે આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરવાનું કામ સાઈ રચના કેમિકલના ડીલર મનોજભાઇ બાબુભાઇ અગ્રવાલ નાઓને આપ્યું હતું. મનોજભાઈએ આ વેસ્ટનો નિકાલ કરવાનું કામ આયુષી એન્ટરપ્રાઇઝ કેમિકલના ડીલર અમિતકુમાર રતિલાલ પટેલ (રહે, અંકલેશ્વર) નાઓને આપ્યું હતું. અને અમિતકુમાર પટેલ નાઓએ પોતાના ટેન્કર નંબર (GJ-2-Z-7927)માં પ્રહરિતમાંથી આ વેસ્ટ ભરીને ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ અને ક્લીનર બ્રજેશના મારફતે તેઓએ સચિન ખાતે રહેતા ભરતભાઇ તેજાભાઈ ભરવાડ અને રાજૂ ઉર્ફે લાલા ભરવાડનો સંપર્ક કર્યો હતો

 આ હેઝાર્ડ વેસ્ટ કેમિકલનો નિકાલ કરવા માટે ભરત સાઠીયા નો સંપર્ક કરી પલસાણા તાલુકાના ચલથાણ ગામ ખાતે રહેતા ભગવાન ઉર્ફ મુનાભાઈ રેવાભાઇ ભરવાડનો સંપર્ક કર્યો હતો. ત્યારે સચિન ખાતે રહેતા ભરત સાઠીયા, ભરત તેજભાઈ ભરવાડ અને લાલા ભરવાડ મળીને ટેન્કર ખાલી કરવા ગયા હતાં. કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકના પી.આઈ પી.એ.વળવીએ તપાસ હાથ ધરતા આ ઘટનામાં સંડોવાયેલા કુલ 15 વ્યક્તિ વિરુધ્ધ સ્વદોષ માનવવધ તેમજ પર્યાવરણને નુકશાન પહોંચાડવા બાબતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો