તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં સરકારી દવા ચોરીના મુદ્દે શ્યામ રાજાણીની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  
  • શ્યામનો પિતા સિવિલમાં નોકરી કરતો હોય તેના પર પણ શંકા,  તેની પણ પૂછપરછ થશે
રાજકોટ: લાઇફકેર હોસ્પિટલમાંથી રૂા.28 હજારની કિંમતની સરકારી દવાનો જથ્થો મળી આવ્યો હતો. આ દવા સિવિલ હોસ્પિટલમાંથી ચોરી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. શ્યામનો પિતા હેમત રાજાણી સિવિલ હોસ્પિટલમાં જ નોકરી કરતો હોવાથી હેમત દવાનો જથ્થો પુત્રની હોસ્પિટલ માટે ચોરી લાવ્યાની શંકાઓ ઊઠી હતી. પોલીસે આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના એકેડેમિક ઓફિસર નિલેશ રાઠોડની ફરિયાદ પરથી શ્યામ રાજાણી સામે સરકારી દવાની ચોરીનો ગુનો નોંધ્યો હતો અને તેમાં શકદાર આરોપી તરીકે હેમત રાજાણીને પણ દર્શાવવામાં આવ્યો હતો.

દવા ચોરીના કેસમાં બી.ડિવિઝનના પીઆઇ ઠાકર સહિતના સ્ટાફે શ્યામ રાજાણીનો શુક્રવારે જેલમાંથી કબજો મેળવ્યો હતો. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, શ્યામે કેફિયત આપી હતી કે તેની પૂર્વ પત્ની કરિશ્મા દવા ચોરી લાવ્યાની વાત કરી હતી. પરંતુ તે પોલીસને ગળે ઊતરી ન હતી. દવા ચોરીની પ્રક્રિયા પૂરી થયા બાદ શ્યામ સામે એમબીબીએસની બોગસ ડિગ્રીનો પણ ગુનો નોંધાશે.

અન્ય સમાચારો પણ છે...