તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં વેન્ટિલેટર આપી 100 પક્ષીને નવજીવન બક્ષ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પશુ-પક્ષીઓ માટે એક્સ-રે, સોનોગ્રાફી, વેન્ટિલેટર, લેબોરેટરી સાથે સજ્જ સૌરાષ્ટ્રની એકમાત્ર એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્સરી  

રાજકોટ: માનવીને બીમારી સમયે અપાતી મોટાભાગની અત્યાધુનિક સારવારથી સૌ વાકેફ હશે, પરંતુ એ જાણીને આશ્ચર્ય થશે કે જે અત્યાધુનિક સારવાર માનવીને ડોક્ટર આપે છે એવી જ રીતે પશુ-પક્ષીઓને પણ હાઈટેક સારવાર-સર્જરીથી નવજીવન બક્ષવામાં આવે છે. શહેરના પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટ હેઠળ પશુ-પક્ષીઓ માટે વિનામૂલ્યે ડિસ્પેન્સરી ચાલી રહી છે. અહીં છેલ્લા દોઢ વર્ષ દરમિયાન જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહેલા 100થી વધુ પક્ષીઓને વેન્ટિલેટર પર રાખીને નવજીવન બક્ષ્યું છે.

એક્સિડેન્ટ કે અન્ય કોઈ રોગના કારણે જે શ્વાનની નોર્મલ ડિલિવરી થઇ શકે તેમ ન હોય તેવા 200થી વધુ શ્વાનની નિષ્ણાત ડોક્ટરો દ્વારા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી છે અને મોટાભાગના પશુઓમાં જોવા મળતી એવા 50થી વધુ પશુને ટ્યૂમરની પણ સર્જરી કરી તંદુરસ્ત સ્વાસ્થ્ય આપ્યું છે.

સૌરાષ્ટ્રમાં એકમાત્ર અહીં પશુ-પક્ષીઓના એક્સ-રે મશીન, સોનોગ્રાફી, વેન્ટિલેટર, લેબોરેટરી સહિતની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે. વર્ષ દરમિયાન અંદાજે 30,000 જેટલા પશુ-પક્ષીઓની સારવાર અહીં દેવાંગભાઈ માંકડ, પ્રતીકભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ કરાય છે.

માણસ પોતાનું દર્દ ડોક્ટરને આવીને તુરંત કહે છે જેના આધારે તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પોતાનું દર્દ કહી શકતા નથી. એમનું દર્દ સમજવું એક તબીબ માટે પણ પડકારરૂપ હોય છે પરંતુ હાલ ટેક્નોલોજી અને આધુનિક ઉપકરણોના સહારે સારવાર અને નિદાન સરળ બને છે. અહીં દરરોજ 60 જેટલા કેસ આવે છે અને દરેક પશુ-પક્ષીને સાજા કરવાની અમારી જવાબદારી બને છે અને એવી જ રીતે કામગીરી કરીએ છીએ. - ડૉ. અરવિંદ ગડારા, એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્સરી

ત્રણ વર્ષ પહેલા આ એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્સરીની શરૂઆત કરી. આજે પણ અહીં કોઈપણ પશુ-પક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. ત્રણ વર્ષ દરમિયાન અહીં ઉંદરથી લઈને ઊંટ સુધીના પશુની સારવાર કરી છે અને ભવિષ્યમાં પણ દરેક પશુ-પક્ષીઓનું અહીં વિનામૂલ્યે નિદાન-સારવાર કરાશે. વર્ષે અંદાજિત 12 લાખ જેટલો ખર્ચ પશુ-પક્ષીઓની સારવારમાં કરાય છે.  - મયૂરભાઈ શાહ, પ્રોજેક્ટ ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો