તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં કાર્યક્રમ સરકારી, આસારામનું માર્કેટિંગ થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી શિબિરમાં આસારામના ચેલાનો લવારો, બાપુ જેલમાં છે છતાં તમામ આશ્રમ ધમધમે છે
  • શિબિરની વહેલી પૂર્ણાહુતિ, સેવકોએ શિક્ષકોને આપ્યું આસારામના ફોટાવાળું સાહિત્ય
રાજકોટ: જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ વિવાદાસ્પદ આસારામ બાપુના આશ્રમમાં ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોની ‘યોગ અને પ્રાણાયામ’ની શિબિર રાખ્યા બાદ અનેક વિવાદોએ જન્મ લીધો છે અને આટલું ઓછું હોય તેમ ગુરૂવારે યોગના પાઠ ભણાવતા આસારામ બાપુના આશ્રમના યોગાચાર્યએ ‘બાપુનું એટલુ સત છે કે આજે જેલમાં છે છતાં તમામ આશ્રમ ચાલુ છે’ તેવું નિવેદન કરતા શિક્ષકો અને શિક્ષિકાઓ સ્તબ્ધ બની ગયા હતા. આ બાબતે ભારે હોબાળો થતા શુક્રવારે શિબિર સાંજના બદલે બપોરે 2 વાગે જ આટોપી લેવામાં આવી હતી. શિબિર પૂર્ણ થતા જ સેવકોએ આસારામ બાપુનું માર્કેટિંગ કરવા સાહિત્ય વહેંચ્યુ હતું. આ મુદ્દે શિક્ષિકોમાં નારાજગી ફેલાઈ હતી.

આસારામ આશ્રમમાં શિબિરની પૂર્ણાહુતિ થતા જ શિક્ષકો અને શિક્ષિકાઓ ઘર જવા પાર્કિગ તરફ રવાના થયા હતા ત્યારે અમુક સેવકોએ આવી ‘આ લ્યો પ્રસાદ’કહી આસારામની ડીવીડી, યોગાસનની પુસ્તક અને અન્ય ફોટાવાળું સાહિત્ય શિક્ષકો અને શિક્ષિકાઓને પ્રસાદરૂપે વહેંચી આસારામના ભક્તો બનાવવા બ્રાન્ડિંગ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આસારામના સેવકોને એકપણ ડીવીડી કે બુક્સ વહેંચવા દીધા નથી અને તેમના સેવકોને તે પરત આપી દીધા છે ત્યારે બીજીબાજુ શિક્ષકોએ ડીવીડી અને પુસ્તકોને ફોટા મોકલી સેવકોએ તે વહેંચ્યાનો પુરાવો આપ્યો હતો. જેના પગલે ડીઇઓ ઉપાધ્યાયે સ્ટાફના ભરત શિલુ અને અન્ય જવાબદારને બચાવવા ખોટું બોલ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે.

અન્ય સમાચારો પણ છે...