તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટનાં આસિસ્ટન્ટ મેનેજર સોલંકી સામે ભ્રષ્ટાચારનો રિપોર્ટ કરાશે: MD

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: રાજકોટના માર્કેટ યાર્ડમાં મગફળી વેચવા આવતા લોધિકા પંથકના ખેડૂતો પાસેથી લાંચ પેટે મગફળીનો કોથળો કે રૂ.4 હજાર રોકડા જેવા તોડ કરવાના કૌભાંડનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ સમગ્ર વહીવટી તંત્ર હચમચી ઉઠ્યું હતું અને તાકીદે પુરવઠા નિગમના ભ્રષ્ટાચારી આસિસ્ટન્ટ મેનેજર એસ.એમ.સોલંકી અને તેના પુત્ર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને હવે આ પ્રકરણમાં પિતા-પુત્રની ધરપકડ બાદ પુરવઠા નિગમે એસીબીને રિપોર્ટ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

પુરવઠા નિગમના જયેશભાઇ ડોડિયાએ ખેડૂત પાસેથી મગફળી ભરેલો કોથળો માગનાર રાજ્યના નાગરિક પુરવઠા નિગમના આસિસ્ટન્ટ મેનેજર શાંતિલાલ સોલંકી તેમજ ખેડૂત પાસેથી મગફળી ભરેલો કોથળો લેનાર શાંતિલાલના પુત્ર મહેશ સામે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઇ વી.કે.ઝાલાએ આરોપી શાંતિલાલ અને તેના પુત્ર મહેશની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. કોર્ટે પિતા-પુત્રને જેલહવાલે કરવાનો હુકમ કર્યો હતો.

આ પ્રકરણ સંદર્ભે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના મેનેજિંગ ડિરેક્ટર મનીષ ભારદ્વાજે જણાવ્યું હતું કે, આ ઘટનાને સરકાર હળવાશથી લેતી નથી. આથી જ રવિવારની રજામાં પણ કચેરી ચાલુ રાખી શાંતિલાલ સોલંકી વિરુધ્ધ રવિવારે જ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે એસીબીમાં ફરિયાદ કરવામાં આવશે.  

અન્ય સમાચારો પણ છે...