લોકસભા ચૂંટણી / રાજકોટમાં કુંડારિયા, પોરબંદરમાં રાદડિયા પરિવાર, જામનગરમાં હાર્દિકની સંભાવના

divyabhaskar.com | Updated - Mar 16, 2019, 03:23 AM
હાર્દિક પટેલ અને લલિત રાદડિયાની ફાઇલ તસવીર
હાર્દિક પટેલ અને લલિત રાદડિયાની ફાઇલ તસવીર
X
હાર્દિક પટેલ અને લલિત રાદડિયાની ફાઇલ તસવીરહાર્દિક પટેલ અને લલિત રાદડિયાની ફાઇલ તસવીર

  • હાર્દિક પટેલને કાયદાકીય ગૂંચવણ નહીં નડે તો જ કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે

રાજકોટ: લોકસભાની ચૂંટણી માટે પોરબંદર બેઠક પર રાદડિયા પરિવારે ટિકિટની માગ કરતા રાજકોટમાં કડવા પટેલને ટિકિટ મળવાની સંભાવના વધુ છે. તેથી રાજકોટ બેઠક માટે કુંડારિયા રિપિટ થાય તેવી સંભાવના છે. બીજી તરફ કાનૂની ગૂંચવણમાંથી હાર્દિક બહાર નીકળી જશે તો જામનગરમાંથી ચૂંટણી લડે તેવી સંભાવના છે.

વિઠ્ઠલ રાદડિયાની જગ્યા પર તેમના પુત્ર લલિતને ટિકિટ મળી શકે
1.લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા માટે બન્ને રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ નિરીક્ષકો સોમ અને મંગળવારે પોતાનો રિપોર્ટ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરશે. ત્યારે પોરબંદર બેઠક માટેની સેન્સ પ્રક્રિયામાં રાદડિયા પરિવારે પણ ટિકિટની માગ કરી હોવાથી વિઠ્ઠલ રાદડિયાની જગ્યા પર તેમના પુત્ર લલિતને ટિકિટ આપવામાં આવે તેવું લગભગ નિશ્ચિત મનાઇ રહ્યું છે. તેથી રાજકોટની બેઠક કડવા પટેલના ફાળે જાય તે સ્વાભાવિક  છે. સિટિંગ સાંસદ મોહન કુંડારિયાને ફરી એક વખત ભાજપ તક આપે તેવી સંભાવના છે. રાજકોટ બેઠક પર સેન્સ દરમિયાન પણ મોહન કુંડારિયા ટોપ પર રહ્યા હતા. આમ છતાં શહેરના કાર્યકર્તાઓએ કોઇ નામ આપવાના બદલે જીતાડી દેવાની ખાતરી આપતા શહેરનો ગત ચૂંટણી સમયે જે  વિરોધ હતો તે બહાર આવે તેવી સંભાવના છે.
સેન્સ પ્રક્રિયામાં પૂનમ માડમનું નામ મોખરે
2.જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ હાર્દિક પટેલને મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે. પરંતુ હાલ હાર્દિક પટેલ કાયદાકીય ગૂંચવણમાંથી પસાર થઇ રહ્યો છે. બીજી તરફ તાજેતરમાં ભાજપમાં આવેલા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની રીવાબાને ભાજપ તક આપે તેવી સંભાવના છે. જો કે સેન્સ પ્રક્રિયામાં પૂનમ માડમનું નામ મોખરે હતું.
ધ્રાંગધ્રા પેટાચૂંટણીમાં હાર્દિકે ગીતા પટેલ માટે ટિકિટ માંગી
3.

કોંગ્રેસમાં જોડાયા પહેલા જ ટિકિટ માટેનું તોડજોડ પાસના નેતાઓએ શરૂ કરી દીધી છે. પાસના મહિલા આગેવાન ગીતા પટેલે સુરેન્દ્રનગર તાલુકાના ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાસે ટિકિટ માગી છે.

પાસના ગીતા પટેલે કહ્યું હતું કે, મેં ટિકિટ માગી નથી,પણ હાર્દિક પટેલે મારા વતી ટિકિટ માગી છે, મેં વર્ષ 2017ની ચૂંટણીમાં પણ ઘ્રાંગધ્રાથી ટિકિટ માગી હતી, હવે પેટાચૂંટણી આવતા હાર્દિક પટેલે ટિકિટ માગી હશે. કોંગ્રેસનું સભ્યપદ મેળવતી વખતે  પાસના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે એવી જાહેરાત કરી હતી કે, હું કોઇપણ શરત વગર જોડાયો છું.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ હાર્દિક કોઇપણ શરત વગર જોડાયો છે તેવી જાહેરાત કરી છે. પાસમાં અત્યારે હાર્દિક પટેલ સાથે સક્રિય એવા ગીતા પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકેની ટિકિટ માગી છે. સૂત્રોના કહ્યા પ્રમાણે હાર્દિકે ગીતા પટેલના નામની ભલામણ કરીને ટિકિટ આપવાની માગ કરી છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App