તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાશિવરાત્રીએ જૂનાગઢ જવા 50 બસ, સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
રાજકોટ: જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિત્તે યોજાનારા મિનિ કુંભમેળામાં જવા માટે ભાવિકોને સરળ પરિવહન સેવા પ્રાપ્ત થાય તે માટે રાજકોટ રેલવે એક્સ્ટ્રા ટ્રેન અને કોચ વધારે છે, જ્યારે એસ.ટી ડિવિઝન વધારાની બસ દોડાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવે દ્વારા રાજકોટથી જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન દોડાવશે અને અન્ય 10 જેટલી ટ્રેનમાં વધારાના કોચ પણ લગાવશે. ભાવિકોને બસમાં જૂનાગઢ જવા દર અડધી કલાકે સુવિધા મળશે.

28 ફેબ્રુઆરીથી એસ.ટી.ની 50 એક્સ્ટ્રા બસ જૂનાગઢ રૂટ માટે ફાળવવામાં આવી છે. જરૂર પડ્યે વધુ બસ પણ મુકવામાં આવશે. મિનિ કુંભમાં જતાં ભાવિકો માટે અલગ પ્લેટફોર્મ તેમજ એકસ્ટ્રા બસ સંચાલન માટે અલગ સ્ટાફની પણ ફાળવણી કરી દેવામાં આવી છે. ગિરનારની ગોદમાં આજથી મિનિ કુંભનો દરજ્જો મળેલ મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે. લાખો ભક્તો મહાશિવરાત્રીના મેળાનો લાભ લેવા ઊમટશે. રેલવે વિભાગ દ્વારા 4 દિવસ માટે સ્પેશિયલ ટ્રેનનો આજથી પ્રારંભ થશે જેમાં રાજકોટ-જૂનાગઢ, જૂનાગઢ-સતાધાર અને સોમનાથ-જૂનાગઢ દોડાવવામાં આવશે.

ડીઆરએમ પી.બી.નિનાવેએ જણાવ્યું હતું કે, રાજકોટ-જૂનાગઢ માટે તા.27 ફેબ્રુઆરીથી તા.3 માર્ચ સુધી લોકલ ટ્રેન દોડાવવામાં આવશે. જે રાજકોટથી સાંજે 17.10 કલાકે ઉપડશે. જૂનાગઢ રાતે 20.00 કલાકે પહોંચશે તેમજ પરત જૂનાગઢથી રાતે 21.20 મિનિટે ઉપડશે. જે રાજકોટ ખાતે 23.40 મિનિટે પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો