તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંભળો રાજકોટવાસીઓ : આ જાહેરનામા છે, જે માત્ર બહાર પાડવા માટે જ છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ કમિશનર હોય કે કલેકટર જાહેરનામાની અમલવારી થાય છે કે કેમ? 
 • જાહેરનામું હાલ બહાર પાડવાની જરૂર છે કે કેમ? તે જોવાની તસ્દી જ લેવાતી નથી
રાજકોટ: કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે, લોકોને કોઇ તકલીફ પડે નહીં તેવા હેતુથી પોલીસ, કલેકટર, મહાનગરપાલિકા, શિક્ષણ વિભાગ સહિતના તંત્ર દ્વારા સમયાંતરે જાહેરનામાં પ્રસિધ્ધ કરવામાં આવે છે. મહત્તમ જાહેરનામાં માત્ર મજાક બની ગયા છે, જાહેરનામું પ્રસિધ્ધ કરી દીધું એટલે પોતાની ફરજ પૂરી થઇ ગઇ તેવું જ ઉચ્ચ અધિકારીઓ માને છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં તેનો કેટલો અમલ થાય છે તેનું સુપરવિઝન થતું નથી.
 • દરેક જિલ્લામાં વિદ્યાર્થિનીઓેને સ્કૂલમાં કે ટ્યૂશનમાં વહેલી સવારે કે મોડીરાત્રે બોલાવવી નહીં તેવું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવે છે છતાં ધો.10 અને 12ની વિદ્યાર્થિનીઓને વહેલી સવારે બોલાવી મોડીરાત સુધી રિવિઝન કરાવવાના નામે સ્કૂલ અથવા ટ્યૂશનમાં બેસાડી રાખે છે.
 • રાજકોટ જિલ્લા સિંચાઈ વર્તુળ હેઠળ જે ડેમો આવેલા છે તે પૈકી પીવાના તેમજ સિંચાઈ માટે રાખેલા ડેમમાં પાણીચોરી ન થાય તે માટે જાહેરનામું પ્રસિધ્ધ કરાય છે. પરંતુ ડેમ વિસ્તારોમાં પાણીની બેફામ ચોરી થાય છે.
 • રાજકોટ જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર દ્વારા દર વર્ષે સ્કૂલ અને કોલેજો આસપાસના 100 મીટરની ત્રિજ્યામાં ગુટખા તથા તમાકુનું વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ જાહેરનામાનું પાલન મોટાભાગની સ્કૂલો આસપાસ થતું નથી.
 • આતંકવાદી હુમલાની ભિતીને પગલે સશસ્ત્રદળના ગણવેશ, પોલીસના ગણવેશ અને તેને સામ્યતાવાળા વસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવતું હોય છે. રાજકોટ શહેરમાં હાલમાં પણ આ જાહેરનામું અમલી છે, પરંતુ આવા કપડાઓનું ધૂમ વેચાણ થાય છે. 
 • શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા ચારથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિધ્ધ કરાય છે અને મુદત પૂરી થાય તે પહેલાં જ આ જાહેરનામું રિન્યૂ કરી દેવામાં આવતું હોય છે, પરંતુ શહેરમાં એવું એકપણ સ્થળ નથી જ્યાં ચારથી વધુ લોકો જોવા મળતા નહોય.
 • શહેરમાં અવાજનું પ્રદૂષણ ન થાય તે માટે રાત્રીના દશથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા અને સ્પિકર વગાડવા પર પ્રતિબંધ છે, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુના 100 મીટરના ઘેરાવામાં માઇક સિસ્ટમનો ઉપયોગ થઇ શકતો નથી, પરંતુ રાજકોટમાં સરાજાહેર આ નિયમોનું ઉલ્લંઘન થાય છે
 • રાજકોટ શહેર-જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે પર્યુષણ, શ્રાવણમાસમાં માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને છતાં શહેર અને જિલ્લામાં ખુલ્લેઆમ બિનધાસ્ત માંસ-મટનનો કારોબાર ચલાવવામાં આવે છે અને તેને અટકાવવા માટે તંત્ર દ્વારા કે જાહેરનામું બહાર પાડનારા અધિકારીઓ દ્વારા કોઇ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી.
 • રાજકોટ શહેર-જિલ્લામાં અમુક પ્રકારની પ્લાસ્ટિકની થેલીઓના વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ છે છતાં મોટાભાગની દુકાનોમાં પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ખુલ્લેઆમ થઇ રહ્યો છે. કોર્પોરેશન થોડા-થોડા સમયે તપાસના નામના ધોકા પછાડે છે, પરંતુ તેમાં પણ માત્ર નાના વેપારીઓ જ દંડાઇ છે અને જાહેરનામાનો જે અમલ થવો જોઇએ તે થતો નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો