તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કગથરાએ અને કુંડારિયાએ શેડો રજિસ્ટર કરતા વધુ ખર્ચ બતાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ બેઠકના ખર્ચનું બીજા તબક્કાનું ઇન્સ્પેકશન પૂરું
  • કોંગ્રેસ કરતા ભાજપના ઉમેદવાર ખર્ચ કરવામાં ઊણાં ઉતર્યા 

રાજકોટ:  લોકસભા બેઠકના 10 ઉમેદવારના ચૂંટણી ખર્ચનું બીજા તબક્કાનું મંગળવારે ઇન્સ્પેકશન કરવામાં આવ્યું હતું જેમાંકોંગ્રેસના લલિતભાઇ કગથરાએ રૂ.13,94,782નો અને ભાજપના મોહનભાઇ કુંડારથયાએ રૂ.55881નો શેડો રજિસ્ટર કરતા વધુ ખર્ચ બતાવ્યો હતો. 

લોકસભાની ચૂંટણી ખર્ચની એક્સ્પેન્ડિચર ટીમે જાહેર કરેલી વિગતો મુજબ લોકસભા રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડતા કોંગ્રેસના લલિતભાઇ કગથરાએ રૂ.21,79,797 અને ભાજપના મોહનભાઇ કુંડારિયાએ રૂ.16,17,532નો ખર્ચ એક્સ્પેન્ડિચર ટીમ સમક્ષ જાહેર કર્યો હતો, જ્યારે શેડો રજિસ્ટર મુજબ લલિત કગથરાનો ખર્ચ રૂ.7,85,015 અને મોહનભાઇ કુંડારિયાનો ખર્ચ રૂ.15,61,651 થતો હતો. 

બસપાના ઉમેદવાર વિજય પરમારે રૂ.32664, અપક્ષ અમરદાસ દેશાણીએ રૂ.30,940, નાથાલાલ ચિત્રોડાએ રૂ.70,750, જે.બી.ચૌહાણે રૂ.16400, મનોજ ચૌહાણે રૂ.14900, જસપાલસિંહ તોમરે રૂ.26100, પ્રવીણભાઇ દૈગડાએ રૂ.18000 અને રાકેશ પટેલે રૂ.25520નો ખર્ચ કર્યાનું જાહેર કર્યું છે. લોકસભાની એક્સ્પેન્ડિચર ટીમે ખર્ચ માટે ઉમેદવારોને રજૂ કરેલા આધાર-પુરાવા ચકાસ્યા બાદ તે માન્ય રાખ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...