ખરેડી ગામમાં એસઓજીની રેડ, મોટા પ્રમાણમાં લીલા ગાંજાનો જથ્થો પકડી પાડ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંજાનું ખેતર અને આરોપી - Divya Bhaskar
ગાંજાનું ખેતર અને આરોપી

રાજકોટઃ શહેર પોલીસે તાજેતરમાં ગાંજો, ચરસ અને બ્રાઉન સ્યુગરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ગુરુવારે રાત્રે પોલીસે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના એક શખ્સને 1 કિલો ગાંજા સાથે પકડી લીધા બાદ પૂછપરછ કરતાં ચોટીલા નજીકથી ગાંજાના વાવેતર સાથેનું ખેતર મળી આવ્યું હતું. પોલીસે ખેતરમાં દરોડો પાડી અંદાજે 36 લાખની કિંમતનો 1200 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઇ તપાસ આગળ ધપાવી હતી.

 

અન્ય સમાચારો પણ છે...