તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In The 34th Girnar Competition Of The State level Youth, The Youths Took The Flight To Girna

રાજ્યકક્ષાની 34મી ગિરનાર સ્પર્ધામાં યુવાનો પતંગનાં વેગે ગિરનાર ચઢ્યા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: રાજ્યકક્ષાની 34મી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા સંપન્ન થઇ છે આ સ્પર્ધામાં 20 જિલ્લામાંથી 1303 સ્પર્ધકોએ નોંધણી કરી હતી. જે પૈકી 980 સ્પર્ધકો હાજર રહ્યા હતા. ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ચાર ભાગમાં યોજાઇ હતી. સવારે 7 વાગ્યે ભાઇઓની ટુકડીને લીલીઝંડી આપવામાં આવી હતી બાદ 9 વાગ્યે બહેનોની ટુકડી રવાના થઇ હતી. ભાઇઓ માટે 5500 અને બહેનો માટે 2200 પગથિયા બે કલાકમાં ચઢીને ઉતરવાનાં હતા.જેમાં સિનીયર ભાઇઓમાં અમિત રાઠોડે 58.16 મિનીટ, જુનિયર ભાઇઓમાં પરમાર લાલાએ 61.43 મિનીટ, સિનીયર બહેનોમાં ભુત ભૂમિકાએ 44.08 મિનીટ અને જુનિયર બહેનોમાં સાયરાએ 40.10 મિનીટમાં ગિરનાર સ્પર્ધા પૂર્ણ કરી ચેમ્પિયન બન્યા હતા.

ગિરનાર સ્પર્ધાનાં એક હજાર પગથિયે માલવાહક રોપ-વેનો પોઇન્ટ છે અહીં વાયર નજીક છે જેના કારણે સ્પર્ધકોને સાવધાનીથી પસાર થવું પડ્યું હતું. જેમાં સ્પર્ધકોનો સમય બગડ્યો હતો. તેમજ જોખમી પણ રહ્યો હતો.

ગિરનાર સ્પર્ધામાં 27 સ્પર્ધકો ઘાયલ થયા હતા જેમાં 800 પગથિયા પર એક મહિલા સ્પર્ધકને ગભરામણ થઇ હતી તેમજ એક સ્પર્ધકનાં પગ મચકોડાઇ જતા તેમનો મિત્ર તેમને નીચે લાવ્યો હતો. મહિલા સ્પર્ધકને ડોળીની મદદથી નીચે ઉતારાઇ હતી.  

2018ની સ્પર્ધામાં અમિત રાઠોડ પ્રથમ આવ્યો હતો ચાલુ વર્ષે સ્પર્ધામાં ગત સ્પર્ધા કરતા 2.17 મિનીટ ઓછો લીધો છે.

2018ની સ્પર્ધામાં પરમાર લાલા બીજા ક્રમે હતો ચાલુ વર્ષે સ્પર્ધામાં ગત સ્પર્ધા કરતા 5.88 મિનીટ ઓછો લઇ પ્રથમ આવ્યો હતો.

2018ની સ્પર્ધામાં ભુત ભૂમિકા બીજા ક્રમે હતી ચાલુ વર્ષે સ્પર્ધામાં ગત સ્પર્ધા કરતા 0.65 મિનીટ ઓછી લઇ પ્રથમ આવી હતી.

2018માં વાલીએ 42.32 મિનીટ લીધી હતી. ત્યારે ચાલુ વર્ષ સાયરાએ 40.10 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ આવી.

40 વિજેતાઓને 1.66 લાખનાં રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવી હતી. આ ઉપરાંત માણાવદરનાં ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા દ્વારા 26800નાં ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ ડોળી એસો.નાં રમેશભાઇ, મહેશભાઇ વ્યાસ દ્વારા રોકડ રકમ આપવામાં આવી હતી. મુંબઇનાં કારખાનેદાર હરસુખભાઇએ તેના કારખાનામાં વિજેતાઓને નોકરીમાં અગ્રતા આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...