તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના કલાકારોએ ભાજપનો પ્રચાર કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટઃ રાજકોટમાં તારક મહેતા ટીવી સિરિયલના કલાકારો ભાજપના પ્રચાર માટે આવ્યા હતા. જેમાં મયૂર વાંકાણી, તનમય વેકરિયા, શ્યામ પાઠક અને ગુરુચરણસિંહ સભામાં પહોંચ્યા હતા જ્યાં સિરિયલમાં છેલ્લા 10 વર્ષથી લગ્ન માટે  છોકરી શોધતા પોપટલાલે કહ્યું કે, તમારું રાજકોટ શહેર ખરેખર રંગીલું શહેર છે.

તમારા ધ્યાનમાં કોઇ સુંદર, સુશીલ છોકરી હોય તો કહેજો. અમારા પ્રોડ્યુસર આશિષ મોદીને કોઇ છોકરી મળતી નથી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ કહ્યું કે, પત્રકાર પોપટલાલનું ડ્રેસિંગ બરોબર છે પણ તેમની છત્રી સાથે નથી. છત્રીવગરના પોપટલાલ સારા ન લાગે કોઇ છત્રી લઇ આવો

અન્ય સમાચારો પણ છે...