• Gujarati News
  • National
  • In Rajkot, 44.78 Degrees In The Center, 37 People Moved To The Hospital Due To Fever

રાજકોટમાં મધ્યે 44.78 ડિગ્રી, તાવ-ચક્કર આવવાથી 37 લોકોને હોસ્પિટલ ખસેડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હવામાન વિભાગ મુજબ 42.8, જ્યારે મનપાના અલગ અલગ સેન્સર્સમાં 44 ડિગ્રીને પાર 
  • ત્રિકોણબાગ અને આસપાસના વિસ્તારમાં સૌથી વધુ ગરમી નોંધાઇ, રેસકોર્સ પાસે પણ પારો 43ને આંબી ગયો

રાજકોટ: શહેરમાં બુધવારે તાપમાન 43.3 રહ્યા બાદ ગુરુવારે તાપમાનમાં નજીવો ફેર પડીને 42.8 ડિગ્રીએ પહોંચ્યુ હતું. જ્યારે મનપાએ અલગ અલગ જગ્યાએ મૂકેલા સેન્સર્સમાં આ 44 ડિગ્રી કરતા પણ તાપમાન વધારે રહેતા રાજકોટ મહાનગરપાલિકાએ ઓરેન્જ એલર્ટ જાહેર કરીને તંત્ર સાબદું કર્યું છે. સૌથી વધુ ગરમી ત્રિકોણબાગ સ્થિત સેન્સરમાં નોંધાઈ છે ત્યાં બપોરે મહત્તમ તાપમાન 44.78 ડિગ્રી સેલ્શિયસ થઇ ગયું હતું. ચાર દિવસથી ઊંચા તાપમાનને કારણે શહેરીજનોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. ઈમરજન્સી સર્વિસ 108ના કર્મચારી મનવીર ડાંગરના જણાવ્યા પ્રમાણે ગરમીને કારણે તાવના 20, ચક્કર આવવાને કારણે પડી ગયાના 15 તેમજ ડીહાઈડ્રેશનના 3 કેસ સહિત 4 દિવસમાં 37 કેસ માટે 108 ઈમરજન્સીની સેવા પૂરી પાડવામાં આવી હતી.
છાશ અને પાણીના વિતરણની વ્યવસ્થા રાખવામાં આવી
મનપાએ હીટ એક્શન પ્લાન મુજબ માર્ગદર્શિકા જાહેર કરીને લોકોને 12થી 4 કલાક દરમિયાન તડકામાં બહાર ન નીકળવા સૂચન કર્યું છે. આ ઉપરાંત જણાવ્યું છે કે, નાગરિકોએ બાળકો, વૃધ્ધો, સગર્ભાઓ અને મેદસ્વી લોકો જલદીથી ગરમીની ઝપટમાં આવી જાય છે. હાલ તો શહેરના દરેક આરોગ્ય કેન્દ્રોમાં ઓઆરએસ કોર્નર તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરીને વધુ ભીડ હોય તેવા વિસ્તારોમાં છાશ અને પાણીના વિતરણની વ્યવસ્થા રાખવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ 7 તારીખ સુધી હીટવેવની જ સ્થિતિ છે એટલે આ દિવસોમાં મહત્તમ તાપમાન 41થી 43ની વચ્ચે રહેશે. 
મહાનગરપાલિકાએ શહેરમાં મૂકેલા સેન્સરમાં નોંધાયેલું તાપમાન

સેન્સર સ્થળતાપમાન
કાલાવડ રોડ જડ્ડુસ41.97
ગોંડલ ચોકડી43.56
કોઠારિયા43.42
આજી ડેમ42
પ્રદ્યુમ્નપાર્ક43.98
ગ્રીનલેન્ડ ચોકડી44.36
મોરબી રોડ42.46
માધાપર ચોકડી43.93
નાનામવા સર્કલ42
અટિકા41.7
દેવપરા44.39
સોરઠિયા વાડી44.18
મહિલા કોલેજ43.9
જિલ્લા પંચાયત42.95
રેસકોર્સ42.94
ત્રિકોણબાગ44.78
ચૌધરી હાઈસ્કૂલ44.03

એલર્ટતાપમાનસ્થિતિ
યેલો41.1થી 43.3ગરમ
ઓરેન્જ43.3થી 44.9વધુ ગરમ
રેડ એલર્ટ45 સે. કરતા વધુઅત્યંત ગરમ
અન્ય સમાચારો પણ છે...