તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • At The Time Of The Kargil War, Pakistan Had A Chance To Get Rid Of The Map But The Army Was Halted

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારગિલ યુધ્ધ સમયે પાકિસ્તાનને નકશામાંથી દૂર કરવાની તક મળી હતી પણ સૈન્યને રોકી રખાયું હતું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારગિલ યુધ્ધની ફાઇલ તસ્વીર - Divya Bhaskar
કારગિલ યુધ્ધની ફાઇલ તસ્વીર
 • આપણી સહનશીલતાને કમજોરી સમજવાની ભૂલ પાક.ને ભારે પડી
 • રાજકોટમાં રહેતા આર્મીના નિવૃત્ત કર્મચારી અને અધિકારીના 800 પરિવાર ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકથી ખુશ, તૈયાર રહેવાની પણ તાકીદ કરી
રાજકોટ: ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ આર્મીના નિવૃત્ત અધિકારીઓ અને જવાનોનો જુસ્સો પણ ચરમસીમાએ છે. સર્જિકલ સ્ટ્રાઈક અથવા તો યુધ્ધ સમયે સીમા પર શું સ્થિતિ હોય છે, કઈ પ્રકારની કાર્યવાહી થતી હોય છે, જવાનો અને અધિકારીઓને કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે, તે જાણવા માટે ‘દિવ્ય ભાસ્કરે’ રાજકોટ શહેરમાં રહેતા આર્મીના નિવૃત્ત  અધિકારીઓ અને કર્મચારીઓને ભાસ્કરની ઓફિસે બોલાવીને આ તમામ બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આર્મીમાં ફરજ બજાવતા જવાનને પણ આ ખાસ ટોક-શોમાં આમંત્રણ અપાયું હતું.
 • છેલ્લા પાંચથી પંદર વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગયેલા કેપ્ટન, હવાલદાર, સુબેદાર અને જવાનોએ કારગીલ યુધ્ધ તેમજ કાશ્મીર સરહદે થતાં નાના-મોટાં છમકલા અને આતંકીઓને ઠાર કરવા માટે થતાં ઓપરેશનમાં આર્મી કેવી રીતે કામ કરે છે અને આતંકીઓને કેવી રીતે મોતને ઘાટ ઊતારાય છે તે અંગેની વિગતો જણાવી હતી. આ ઉપરાંત સર્જિકલ સ્ટ્રાઈક બાદ રાજકોટમાં રહેતા જવાનોના અભિપ્રાય શું હતાં તે જાણવાનો પણ પ્રયાસ કરાયો હતો.
 • તેમાં મોટાભાગના નિવૃત્ત ફોજીઓનું કહેવું હતું કે, પરમાણુ કે યુધ્ધનો ડર રાખવાની જરૂર નથી. આપણી પાસે સૈન્ય અને શસ્ત્રબળ પાકિસ્તાન કરતા અનેકગણું વધુ છે. ટેકનોલોજિની દૃષ્ટીએ પણ આપણે અતિઆધુનિક છીએ ત્યારે કોઈપણ પ્રકારના પગલાં લઈ શકાય તેમ છે.

પાક. સામે યુધ્ધ થાય તો તે દેશની આખી બોર્ડર પર યુધ્ધ કરવાથી ભારતને નુકસાન થાય. આંતરરાષ્ટ્રીય સીમા પરથી જો આપણા સૈનિકો અંદર ઘૂસે અને કબજો કરે તો તે જમીન પરત આપવી પડે, પરંતુ અમુક ચોક્કસ જગ્યાએથી યુધ્ધ કરી અંદર ઘૂસી કબજો કરી શકાય. હુમલો જમ્મુ કાશ્મીર પૂરતો જ થાય તો ભારતને લાભ થાય. આપણી સહશીલતાને કમજોરી સમજતા આ લોકોને જવાબ આપી દેવામાં આવ્યો છે.- પી.એસ. જાડેજા, નિવૃત્ત કેપ્ટન

370ની કલમ દૂર કરવામાં આવે તો આતંકીઓ પર અંકુશ આવી શકે તેમ છે. જમ્મુ કાશ્મીરમાં પોલીસ પણ આપણી સાથે નથી. ત્યાંના લોકોની તો વાત જ ન કરી શકાય, ત્યાં ઘરે ઘરે આતંકીઓને મદદ કરી શકે છે. પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં લોકોમાં દેશભક્તિની ભાવના જે જોવા મળી રહી છે તેવો ઉત્સાહ કાયમ રહે તે જરૂરી છે. ભારતની આર્મીના કારણે જ કાશ્મીરમાં હજુ શાંતિ છે અન્યથા મોટાભાગના સ્થાનિક લોકો પણ ભારત વિરુધ્ધ પ્રવૃત્તિમાં રત છે. - સહદેવસિંહ ગોહિલ, હવાલદાર-ઉરી

પુલવામા હુમલા બાદ ભારતીય વાયુ સેનાએ પીઓકેમાં રહેલા આતંકી કેમ્પ પર હુમલો કર્યો છે. પાકિસ્તાન પર હુમલો કર્યો નથી. આપણે ક્યારેય પણ સીધો હુમલો કર્યો નથી. આતંકીઓએ સતત હિમવર્ષા થતી હોવાથી ખરાબ વાતાવરણનો દુરુપયોગ કરી હુમલો કર્યો છે. હાલ જે દેશભક્તિનો જુસ્સો છે તે કાયમ રહેવો જોઇએ. દરેક નાગરિકો માટે પ્રથમ મારો દેશ તે નક્કી કરવું પડશે.- અરજણ ધામેલિયા, નિવૃત્ત હવાલદાર

આતંકવાદને નાબૂદ કરવા માટે તેને મદદ કરતા પાકિસ્તાનને નાબૂદ કરવું જરૂરી છે. અગાઉ સંસદ પર હુમલો થયો ત્યારે અને કારગિલ યુધ્ધ સમયે આપણી પાસે પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી દૂર કરવાની તક મળી હતી, પરંતુ ત્યારે આપણે સૈન્યને રોકી રાખ્યું હતું, પરંતુ હવે જે તક મળી છે તે બીજી વખત નહીં મળે. પરમાણુ યુધ્ધ થવાનું જ છે તો પછી ડરવાની જરૂર શું છે. યુધ્ધથી જ કાયમી શાંતિ થઇ શકે છે.- ઠાકુર ભરતસિંહ, નિવૃત્ત સુબેદાર

પુલાવમા હુમલો થયો તે આ દેશ પર હુમલો થયો છે. હવે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ને દૂર કરવાનો સમય આવી ગયો છે. જો આ કલમ દૂર કરવામાં આવશે તો આતંકવાદ ઉપર કાબૂ આવશે. જો યુધ્ધ થાય તો 15 દિવસમાં પાકિસ્તાન આપણી સામે હાથ ઊંચા કરી દેશે. આપણે દેશદાઝથી લડીએ છીએ. વારંવાર થતાં હુમલા માત્ર વખોડવાથી કંઈ નહીં વળે. આ વખતે જે રીતે જવાબ આપવામાં આવ્યો અને આખા દેશમાં તેના પ્રત્યાઘાત પડ્યા તે સારી વાત કહેવાય. - વી.એમ. ચુડાસમા, નિવૃત્ત આર્મીમેન

 • યુધ્ધ જાહેર થાય એટલે બધાએ સતર્ક થઇ જવું
 • કદી એ ભ્રમમાં ન રહેવું કે આપણે સરહદથી દૂર છીએ એટલે અહીં હુમલો ન થાય
 • હુમલો ગમે ત્યાં થઇ શકે છે સૌથી વધુ ઘાતક પરમાણુ હથિયારો છે
 • યુધ્ધ જાહેર થતાં જ સપ્તાહના ખાદ્ય પદાર્થો અને પાણી એકઠા કરીને રાખવા
 • શક્ય હોય તો ભોયતળિયે કે પછી બેઝમેન્ટમાં રહેવું
 • પરમાણુ હુમલો થાય તો જમીન પર ઊંધા સૂઈ જવું
 • રૂમાલ ભીનો કરીને તેને નાક પર રાખી શ્વાલ લેવો. મદદની રાહ જોવી.
 • યુવાનો સરહદ પર જવાની જીદ કરે છે જે ખોટી છે તેને બદલે સ્થાનિકોની મદદમાં રહેવું.

9) કારગિલ યુધ્ધ વખતે તમામ સૈનિકોની રજા રદ થઇ હતી, નિવૃત્ત ફૌજીઓને પણ પાછા બોલાવી લેવાયા હતા

1999ના કારગિલ યુધ્ધ વખતે અમારો બેઝ શરીફાબાદ હતો. યુધ્ધની સ્થિતિ થતાં જ સૈનિકોની રજાઓ કેન્સલ કરી દેવાઈ હતી. જે સ્વસ્થ હતા અને નિવૃત્ત થયા હતા તેમને પણ પાછા બોલાવી લેવાયા હતા. સૈનિકોને લેવા વાહનો પહોંચી ગયા હતા અને તેમને રસ્તામાં જ સ્થિતિ સમજાવાઈ હતી કારણ કે, યુધ્ધ માટે તૈયારી થઇ રહી છે તે જાહેર કરવાનું ન હતું.

 • અમને શરીફાબાદથી શિફ્ટ કરીને દ્રાસ કોરવસિગ્નલ પાસે લઇ જવાયા હતા. અહીંથી પગપાળા આગળ વધવાનું હતું. મારી સાથે બીજા 4 હતા જેમનું કામ કોમ્યુનિકેશન પોઈન્ટનું હતું. ઈન્ફેન્ટ્રી બટાલિયન(સશસ્ત્ર સેના)ની પહેલા અમે ધીરે ધીરે આગળ વધતા નાના ટાવર નાખતા અને ત્યાંથી કોમ્યુનિકેશન સીધુ સેનાના હેડક્વાર્ટર સુધી કરતા. અમારી જવાબદારી મોટી હતી.
 • કારણ કે, કોમ્યુનિકેશન વગર લડાઈ અશક્ય હતી. કડકડતી ઠંડીમાં 4 દિવસમાં સતત ચાલીને 36 કિલોમીટર અંતર કાપ્યું. દરેક સૈનિક 25થી 30 કિલો વજન ઊંચકીને ચઢાઇ કરતો હતો. જંગમાં આપણી સૌથી મોટી તાકાત બોફોર્સ તોપ હતી જેને ઉપર ચઢાવા માટે સેનાની ખચ્ચર બટાલિયન ઉપયોગમાં લેવાઈ હતી.  નિમ્બુ સુધી ચઢ્યા બાદ દુશ્મન સેના સામે હતી. બંને તરફથી આગ ઝરી રહી હતી. મારા સૈનિકો પર બોમ્બ પડ્યા અને ગોળીઓ છૂટી મારા સાથી સૈનિકોના શરીરના કટકા પડ્યા હતા જે અમે ભેગા કરીને તેમના વતન મોકલ્યા હતા. કઠોર દિલ હોય તો જ આવું કરી શકાય.

8 દિવસ સંઘર્ષ ચાલ્યો.  આ દિવસોમાં સૈનિકોને માત્ર એક જ વિચાર હતો આગળ વધો. સરહદ પર સૈનિકોનું મગજ સ્વચ્છ થઇ જાય છે તેને દેશસેવા સિવાય કશું સૂઝતું નથી ઘર પણ યાદ આવતું નથી. મજબૂત મનોબળ અને કઠોર હૃદય હોય તે જ સરહદ પર ટકી શકે છે.

યુધ્ધ ચાલી રહ્યું હોય ત્યારે પકવાનો ક્યાંથી બને, સતત દિવસ-રાત ફાયરિંગ થતા હતા. જમવામાં સક્કરપારા હતા જે થોડા થોડા અંતરે ખાઇ લેતા. પીવા માટે પાણી ન હતું. બરફ મોઢામાં રાખીને તરફ છીપાવી લેતા હતા.

 • વિજયસિંહ જણાવે છે કે, તેમના સહિત બે સૈનિકોની ચોકી પુલવામાથી 12 કિ.મી. દૂર પંચગાવ હતી.  તેમના સાથી સૈનિકને 102 ડિગ્રી તાવ હતો જેથી ઊભા પણ થઇ શકતા ન હતા. રાત્રે 8 વાગ્યે આતંકવાદીઓએ પોસ્ટ ઘેરી લીધી. વાયરલેસ પર સંપર્ક કરતા આપણી સેના દૂર હતી એટલે એકલા હાથે પોસ્ટની રક્ષા કરવાની હતી.
 • બીમાર સૈનિકે એમએમજીના બુલેટના બોક્સ ઉપાડ્યા મેં ફાયરિંગ શરૂ કર્યું અને તે રિફીલ કરતા ગયા. સતત 5 કલાક ગોળીબારી કરી 50,000 રાઉન્ડ ફાયર કર્યા અને સાત આતંકી ઠાર કર્યા. બીજા દિવસે હિઝબુલ મુઝાહિદ્દીનના કમાન્ડર સિકંદર બખ્તે અમારા વાહન પર ચોથા માળેથી ફાયરિંગ કર્યું. તે ટાંકામાં છુપાયેલો હતો એમએમજીના ફાયરિંગથી ટાંકામાંથી પાણીની સાથે સિકંદરનું લોહી પણ વહ્યું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો