તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • After 20 Years Of Marriage, 50 Lakh Husbands And Wives Leave Separation: Wife Refused Divorced

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લગ્નના 20 વર્ષ બાદ 50 લાખમાં પતિ-પત્નીએ અલગ રહેવા સમજૂતી કરી : પત્નીએ છૂટાછેડાની ના પાડી દીધી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • પત્નીના ત્રાસમાંથી છૂટવા છૂટાછેડા લેવા પતિ કોર્ટના દ્વાર ખટખટાવશે
રાજકોટ: સુખી સંપન્ન ઘરમાં એક મહિલા આશીર્વાદ રૂપ પણ બની શકે છે અને અભિશાપ રૂપ પણ બની શકે છે. લગ્નજીવનમાં જો સંતુલન ન જળવાય તો ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવે છે. આના માટે પુરુષ જ નહીં અમુક કિસ્સાઓમાં મહિલાઓ પણ એટલી જ જવાબદાર હોય છે અને આવો જ એક કિસ્સો રાજકોટની ફેમિલી કોર્ટમાં પહોંચશે. જ્યાં લગ્નના 20 વર્ષ બાદ પતિ-પત્નીએ નક્કી કર્યું કે, પત્ની અને તેના બે પુત્રને 50 લાખ રકમ આપવાની અને પતિ-પત્નીએ અલગ-અલગ રહેવાનું જો કે, આ સમજુતિ કોઈ કારણોસર પડી ભાંગી અને હવે પત્નીના ત્રાસમાં છૂટવા પતિએ છૂટાછેડા માટે કોર્ટનો સહારો લેવા માટે તજવીજ હાથ ધરી છે.

વેપારી યુવાન રમેશ અને પત્ની આશા વચ્ચે મનદુ:ખ વધતા બાળકોનું ભવિષ્ય ન બગડે અને સામાજિક બદનામી ન થાય તે માટે બંનેએ ચાર વર્ષ પહેલા સમજૂતી કરાર કરી પતિ-પત્ની તરીકે યથાવત્ રહી અલગ અલગ રહેવાનું નક્કી કર્યું. સમજૂતી કરાર બાદ વેપારી યુવાન રમેશે બે સંતાનના 10-10 લાખ મળી પત્નીને કુલ 50 લાખ જેટલી માતબર રકમ આપી હતી. થોડા સમય બાદ આશાએ પતિ રમેશ પાસે વધુ નાણાંની માગણી કરવાનું શરૂ કર્યું હતું.

સમજૂતી કરાર બાદ સંતાનો સાથે અલગ રહેતી પત્ની આશાની અવારનવાર નાણાંની માગણીથી કંટાળેલા રમેશે અંતે પત્ની આશાને છૂટાછેડા લઇ લેવાની વાત કરી હતી, ત્યારે આશાએ છૂટાછેડા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા વેપારી રમેશ મૂંઝવણમાં મુકાઇ ગયો છે. હવે રમેશ પત્નીના અવારનવાર નાણાની માગણીના ત્રાસથી છૂટવા છૂટાછેડા લેવા માટે કોર્ટના દ્વાર ખટખટાવાની તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો