તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈબ્રન્ટ ગુજરાતનું ‘નવું’ મોડલઃ રાજકોટમાં નારી કોર્ટમાં પતંગ સ્ટોર અને પોશીનામાં વાંસ પર રાઉટર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં નારી અદાલતમાં પતંગ વેચાઈ રહી છે અને પોશીનામાં ડુંગર પર રાઉટર રાખી નોંધણી થઈ રહી છે - Divya Bhaskar
રાજકોટમાં નારી અદાલતમાં પતંગ વેચાઈ રહી છે અને પોશીનામાં ડુંગર પર રાઉટર રાખી નોંધણી થઈ રહી છે
  • પોશીનામાં ડુંગર પર વાંસ ને વાંસ પર રાઉટર

રાજકોટ/હિંમતનગરઃ   મોટા ઉપાડે વાઈબ્રન્ટ પાછળ કરોડનું એંધાણ કરનાર ગુજરાત સરકાર વિશ્વ સમક્ષ ગુજરાતનું કેવું મોડલ બતાવવા માંગે છે. તેના બે ઉદાહરણ અહીં રજુ કર્યા છે. તસવીર જોતાતો એવું લાગે છે કે ગુજરાત સરકાર વાઈબ્રન્ટ ગુજરાતનું નવું મોડલ લાવી છે કે શું? પ્રથમ રાજકોટની સદર બજારમાં આવેલી ગાંધીનગર સંચાલિત નારી અદાલત કે જ્યાં ગૃહકંકાસના કેસની સુનાવણી થાય છે. તેમાં જ અદાલતના સંચાલક મીનાબેન પીઠડિયાના પતિએ કોર્ટ પાસે જ પતંગનો સ્ટોલ શરૂ કરી દીધો છે. દ્રિતીય સાબરકાંઠા જિલ્લાના પોશીનામાં આયુષ્યમાન ભારત પ્રોજેક્ટના લાભાર્થીઓના રજિસ્ટ્રેશનનું વેરીફિકેશન કરી રહેલી ઓજન્સી ડુંગર ઉપર ચઢી વાંસ ઉપર રાઉટર લગાવી તેનાથી ચાલતા વાઈફાઈમાં લેપટોપ કનેક્ટ કરી લોકોના નામ નોંધી રહી છે. શું ગુજરાતના તમામ ગામોને ઈન્ટરનેટની કનેક્ટિવિટી આપી સંપૂર્ણ સજ્જ બનાવનારી આજ સરકાર હતી?